સારવાર બાદ રિશી કપૂરનો કોમેડી અંદાજ,ફિલ્મ 'જૂઠા કહીં કા'નો પ્રોમો રિલીઝ

03 July, 2019 06:30 PM IST  |  મુંબઈ

સારવાર બાદ રિશી કપૂરનો કોમેડી અંદાજ,ફિલ્મ 'જૂઠા કહીં કા'નો પ્રોમો રિલીઝ

બોલીવુડમાં કોમેડી ફિલ્મો બોક્સઓફિસ પર સારો બિઝનેસ કરતી આવી છે, જો જનતાને કોઈ પાત્ર પસંદ આવી જાય તો તેઓ તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. પ્યાર કા પંચનામા 2માં દેખાયેલા એક્ટર સની સિંહ અને ઓમકાર કપૂર ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર સાથે રંગ જમાવવા તૈયાર છે. આ બંનેની અપકમિંગ ફિલ્મ જૂઠા કહીં કાનું ટ્રેલર રિલીઝ તઈ ચૂક્યુ છે. આ ફિલ્મને સમીપ કાંગે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં ઓમકાર કપૂર, સની સિંહની સાથે સાથે રિશી કપૂર અને જિમ્મી શેરગીલ સહિત લલિત દુબે અને મનોજ જોશી દેખાશે.

આ ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. રિશી કપૂરે પણ 'જૂઠા કહીં કા'નું ટ્રેલર રિશી કપૂરે પોતાના ટ્વિટર હેન્ડલ પર શૅર કર્યું છે.

ફિલ્મની સ્ટોરમાં એ જ જૂનો એન્ગલ છે, જેમાં વિદેશમાં રહેતા ભારતીય યુવકની વાત છે, જે ખોટું બોલીને ફોરેનની યુવતીઓને ફસાવે છે અને લગ્ન કરી લે છે. પરંતુ ગરબડ ત્યારે થઈ જાય છે જ્યારે ઈન્ડિયાથી તેના પાપા વિદેશ આવીને તેની સાથે રહેવા લાગે છે. બસ અહીંથી શરૂથાય છે ગરબડ ગોટાળો. ફેન્સને જેવી કોમેડી ગમે છે તેવી કોમેડીનો ફૂલડોઝ છે. આ ફિલ્મ જૂઠા કહીં કા 19 જુલાઈએ રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચોઃ બીમારીથી આવી થઈ ગઈ છે ઋષિ કપૂરની હાલત, રણબીર પહોંચ્યા પિતાને મળવા

ફિલ્મ જૂઠા કહીં કાની ખાસ વાત એ છે કે લાંબી બીમારી બાદ અભિનેતા રિશી કપૂર સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રિશી કપૂર 9 મહિનાથી ફિલ્મોથી દૂર છે. તેઓ લાંબા સમયથી અમેરિકામાં કેન્સરની સારવાર લઈ રહ્યા છે. ત્યારે ફેન્સ ફરી તેમને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે તૈયાર છે.

rishi kapoor bollywood pyaar ka punchnama 2