જાહન્વી કપૂર આ શહેરમાં કરશે લગ્ન, આવો હશે વેડિંગ ડ્રેસ

09 September, 2019 04:44 PM IST  |  મુંબઈ

જાહન્વી કપૂર આ શહેરમાં કરશે લગ્ન, આવો હશે વેડિંગ ડ્રેસ

શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાહ્નવી કપૂર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'ગુંજન સક્સેના' અંગે ચર્ચામાં છે. આમ તો ગુંજન સક્સેના ઉપરાંત જાહ્નવી કપૂર રુહી અફ્ઝા, તખ્ત અને દોસ્તાના ટુમાં પણ દેખાવાની છે. જો કે છેલ્લા ઘણા સમયથી ચર્ચા ગુંજન સક્સેનાની ચાલી રહી છે. તમે આ સમાચારની હેડલાઈન વાંચીને ચોંકો તે પહેલા અમે તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂર હમણા લગ્ન નથી કરી રહી.

તાજેતરમાં જ બ્રાઈડ ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં જાહન્વીને જ્યારે લગ્ન અંગે પૂછવામાં આવ્યું તો તેમણે લગ્ન ક્યારે કરવાની છે, તો તેમણે આ સવાલનો જવાબ તો ન આપ્યો. પરંતુ જાહ્નવી કપૂરે પોતાના લગ્ન ક્યાં થશે તે અંગે ખુલાસો કર્યો છે. જાહ્નવી કપૂરે કહ્યું કે હું મારા લગ્ન ધામધૂમથી કરવા નથઈ ઈચ્છતી. મેં નક્કી કર્યું છે કે મારા લગ્ન તિરપુતિમાં અને ખૂબ જ પરંપરાગત રીતે થશે. હું કાંજીવરમની જરીની સાડી પહેરીશ. મારા લગ્નમાં સાઉથ ઈન્ડિયન ભોજન હશે, જેમ કે ઈડલી, સંભાર, દહીં ચાવલ અને ખીર.

જાહ્નવીને પૂછવામાં આવ્યું કે તેમને કેવો પાર્ટનર જોઈએ તો તેમણે કહ્યું કે એ જે પણ કામ કરે તેમાં ખૂબ જ એક્સપર્ટ અને પેશનેટ હોવો જોઈએ. હું હંમેશા તેનાથી કંઈક શીખવા માટે એક્સાઈટેડ છું. તેનામાં મારી સેન્સ ઓફ હ્યુમર હોવી જોઈએ. અને હા મને પ્રેમ તો કરતો જ હોવો જોઈએ.

આ પણ વાંચોઃ આ ગુજરાતી હિરોઈન્સ પાસેથી લો સાડી કૅરી કરવાની ટિપ્સ 

તમને જણાવી દઈએ કે જાહ્નવીની ગુંજન સક્સેના 13 માર્ચ 2020ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે પંકજ ત્રિપાઠી દેખાશે. એક્ટ્રેસ બાકીની ફિલ્મોની રિલીઝ ડેટ અંગે કોઈ જ માહિતી નથી.

bollywood jhanvi kapoor entertaintment