જાહ્‌‍નવી કપૂર અને વિજય વર્મા ઝોયા અખ્તરની ઘોસ્ટ સ્ટોરીઝમાં જોવા મળશે

18 August, 2019 08:22 AM IST  |  મુંબઈ

જાહ્‌‍નવી કપૂર અને વિજય વર્મા ઝોયા અખ્તરની ઘોસ્ટ સ્ટોરીઝમાં જોવા મળશે

જાન્હવી કપૂર (File Photo)

ઝોયા અખ્તરની વેબ-સિરીઝ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં જાહ્‍નવી કપૂર અને વિજય વર્મા જોવા મળશે. આ વેબ-સિરીઝ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. એનું શૂટિંગ પણ શરૂ કરવામાં આવ્યુ છે. ચાર સ્ટોરીઝની આ સિરીઝને ઝોયા અખ્તરની સાથે જ કરણ જોહર, દિબાકર બૅનરજી અને અનુરાગ કશ્યપ ડિરેક્ટ કરશે. આ ચારે ફિલ્મેકર્સે આ અગાઉ ‘લસ્ટ સ્ટોરીઝ’માં સાથે કામ કર્યું હતું. ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં દરેક એક-એક સ્ટોરી ડિરેક્ટ કરશે અને તેમની થીમને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવશે. જાહ્‍નવીએ કરણ જોહરની ‘ધડક’ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તો ઝોયા અખ્તરની ‘ગલી બૉય’માં વિજયનાં પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી...

jhanvi kapoor zoya akhtar bollywood