જ્વેલ થીફની ઍક્ટ્રેસ નિકિતા દત્તા અને તેની મમ્મીને થયો કોરોના

27 May, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિકિતાએ આ વાત ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા શૅર કરી છે

નિકિતા દત્તા

‘કબીર સિંહ’ અને ‘જ્વેલ થીફ’ જેવી ફિલ્મોમાં કામ કરનારી ઍક્ટ્રેસ નિકિતા દત્તા અને તેની મમ્મીની કોવિડ-19 ટેસ્ટ બાવીસમી મેએ પૉઝિટિવ આવી હતી. નિકિતાએ આ વાત ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા શૅર કરી છે જેમાં તેણે લખ્યું છે, ‘કોરોના મારી મમ્મી અને મને હેલો કહેવા આવ્યો છે. આશા છે આ અનવૉન્ટેડ મહેમાન વધુ રોકાશે નહીં. આ ટૂંકા ક્વૉરન્ટીન પછી મળીશું. બધા સુરક્ષિત રહો.’

નિકિતા અને તેની મમ્મી હાલમાં ઘરે ક્વૉરન્ટીનમાં છે અને તેમને કોરોનાનાં હળવાં લક્ષણો છે.

coronavirus covid19 entertainment news bollywood bollywood news