જેનિફર વિન્ગેટના ઇન્સ્ટાગ્રામ પર થયા નવ મિલ્યન ફૉલોઅર્સ

05 May, 2020 06:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેનિફર વિન્ગેટના ઇન્સ્ટાગ્રામ પર થયા નવ મિલ્યન ફૉલોઅર્સ

જેનિફર વિન્ગેટના ઇન્સ્ટાગ્રામ પર 9 મિલ્યન એટલે કે 90 લાખ ફૉલોઅર્સ થયા છે. આ સાથે જ તે ઇન્ડિયાની ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતી સેલિબ્રિટી બની ગઈ છે. ‘બેહદ’ની બન્ને સીઝનમાં તેના માયાના પાત્રને લઈને તેની લોકપ્રિયતા ખાસ્સી વધી ગઈ છે. દિવ્યાંકા ત્રિપાઠી પણ બહોળી સંખ્યામાં ફૅન ફૉલોઇંગ ધરાવે છે.

જોકે કપિલ શર્મા અને મૌની રૉય જેનિફર કરતાં આગળ છે. આ બન્ને બૉલીવુડમાં પણ ઍક્ટિવ છે એનો તેમને ફાયદો મળ્યો છે એમ કહી શકાય

entertainment news jennifer winget