09 June, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયા બચ્ચન
ઍક્ટ્રેસ અને રાજકારણી જયા બચ્ચને ફિલ્મ ‘પેડ્ડી’ને લઈને ચાલી રહેલા વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ફિલ્મોમાં મહિલાઓના ઑબ્જેક્ટિફિકેશનની એટલે કે મહિલાને એક વસ્તુની જેમ ગણીને તેનું અણછાજતી રીતે ચિત્રણ કરવાની ટીકા કરતાં કહ્યું કે આવા મુદ્દાઓ સામે તરત જ અવાજ ઉઠાવવો જોઈએ અને ફિલ્મના સેટ પર જ એનો વિરોધ થવો જોઈએ. પોતાનો મુદ્દો રજૂ કરતી વખતે જયાએ પોતાનો એક અનુભવ શૅર કરતાં કહ્યું હતું કે ‘મારી સાથે કોઈએ ક્યારેય હદ પાર કરવાની હિંમત કરી નહોતી. માત્ર એક વખત એવો ખરાબ અનુભવ થયો હતો જ્યારે એક ડિરેક્ટરે મને એક ઑબ્જેક્ટની જેમ ટ્રીટ કરી હતી. આ પછી મેં તેમની સાથે ફરી ક્યારેય કામ કર્યું નહોતું. આવા પ્રશ્નોને અવગણવા કરતાં એ જ્યારે સર્જાય ત્યારે જ એનો સામનો કરવો જોઈએ.’
રિપોર્ટ પ્રમાણે જયા બચ્ચન સાથે આ બનાવ ‘શોર’ના શૂટિંગ દરમ્યાન બન્યો હતો. કહેવાય છે કે ડિરેક્ટર ઇચ્છતા હતા કે તેમનું પાત્ર આખી ફિલ્મ દરમ્યાન એક ખાસ પ્રકારના બોલ્ડ વસ્ત્રોમાં દેખાય. જોકે જયા બચ્ચને પોતાના શરીરના ઉપરના ભાગને દુપટ્ટાથી ઢાંકવાની જિદ્દ રાખી હતી જેના કારણે મતભેદ સર્જાયો હતો.