24 October, 2022 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયા બચ્ચન, નવ્યા નવેલી નંદા
લોકોની પર્સનલ લાઇફમાં દખલગીરી કરનાર મીડિયા પર જયા બચ્ચન ભડક્યાં છે. આ વાત તેમણે શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદાના પૉડકાસ્ટ પર કરી હતી. સોશ્યલ મીડિયામાં તેઓ કોઈ કારણસર ચર્ચામાં રહે જ છે. તેઓ હંમેશાં મીડિયા પર રોષે ભરાતાં દેખાય છે અને એને કારણે તેમને ટ્રોલ કરવામાં આવે છે.
મીડિયા પ્રત્યેની નારાજગી વ્યક્ત કરતાં જયા બચ્ચને કહ્યું કે ‘મને નફરત છે. મને નથી ગમતા એ લોકો, જેઓ તમારી પર્સનલ લાઇફમાં દખલ દે છે, એવા લોકોને હું નફરત કરું છું. તેઓ એને વેચીને પોતાનો સ્વાર્થ પોસે છે. મને તિરસ્કાર છે આવા લોકોનો. હું તેમને હંમેશાં એમ કહું છું કે ‘આપકો શર્મ નહીં આતી?’ આ આજકાલની વાત નથી.
તમે જો મારા કામ વિશે ચર્ચા કરશો તો ચાલશે. તમે એમ કહેશો કે તે ખરાબ ઍક્ટર છે અને તેણે આ ફિલ્મમાં ખરાબ કામ કર્યું છે. તે સારી નથી દેખાતી... તો પણ મને કોઈ વાંધો નથી, પણ બીજી બધી બાબતોથી મને તકલીફ થાય છે.’