હાશ....જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

12 July, 2020 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાશ....જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

જયા બચ્ચન, આરાધ્યા બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન (ફાઈલ તસવીર)

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચનનો કોરોના વાયરસ (COVID-19) રિપોર્ટ પૉઝિટિવ આવતા તેમને નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચ્ચન પિતા-પુત્રને સામાન્ય સંક્રમણની અસર છે અને હાલ તેઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. અમિતાભ બચ્ચનને કોરોના પૉઝિટિવ આવતા બચ્ચન પરિવારના સભ્યો અને સાથે જ બધા સ્ટાફ મેમ્બરના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં જયા બચ્ચન ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, હજી સ્ટાફના સભ્યોના રિપોર્ટ આવવાના બાકી છે.

તમને જણાવી દઈએ કે, પોતે કોરોના પૉઝિટિવ હોવાની માહિતી અમિતાભ બચ્ચને જાતે ટ્વીટ કરીને આપી હતી. ત્યારબાદ અભિષેક બચ્ચને ટ્વીટ કરીને કહ્યું હતું કે, તે પણ કોરોના સંક્રમિત છે અને હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ચિંતા કરવાની જરૂર નથી. અમિતાભ બચ્ચન હૉસ્પિટલમાંથી પણ તેમની તબિયતના સતત અપડેટ આપતા રહે છે. જેથી ચાહકોને રાહત થાય. બીજી બાજુ, બચ્ચન પરિવાર જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે સહુ કોઈ કામના કરી રહ્યાં છે.

coronavirus covid19 entertainment news bollywood news bollywood gossips bollywood amitabh bachchan abhishek bachchan aishwarya rai bachchan jaya bachchan aaradhya bachchan