જવાની જાનેમનનું શૂટિંગ શરૂ કર્યું સૈફ અને પૂજા બેદીની દીકરી આલિયાએ

18 June, 2019 09:55 AM IST  |  મુંબઈ

જવાની જાનેમનનું શૂટિંગ શરૂ કર્યું સૈફ અને પૂજા બેદીની દીકરી આલિયાએ

સૈફ અલી ખાન અને આલિયા

સૈફ અલી ખાન અને પૂજા બેદીની દીકરી આલિયાએ લંડનમાં ‘જવાની જાનેમન’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન તેના ડૅડીના પાત્રમાં જોવા મળશે. રવિવારે આ બન્ને ભારત-પાકિસ્તાનની મૅચ જોવા માટે પણ ગયા હતા. આ બન્નેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને પૂજાઅે ટ્વીટ કર્યું હતું કે ‘મારી દીકરી આલિયા અને સૈફ અલી ખાન લંડનમાં વર્લ્ડ કપ મૅચ જોવા માટે પહોંચ્યાં હતાં. તેની પહેલી ફિલ્મ ‘જવાની જાનેમન’ના શૂટિંગની આ સારી શરૂઆત છે. સૈફ તેના પિતાની ભૂમિકામાં જોવા મળશે. ફાધર્સ ડેના દિવસે આ શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. તારી સુંદર અને સારી શરૂઆત માટે બેસ્ટ ઑફ લક.’

આ પણ વાંચોઃ ટ્રોલ થયા પછી ફરી કરીનાએ શેર કર્યો મેકઅપ વગરનો ફોટો

saif ali khan kareena kapoor bollywood