07 September, 2023 05:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
શાહરુખ ખાને તેની આગામી ફિલ્મ ‘જવાન’ને નારીઓનું સન્માન કરતી અને નારીશક્તિની ફિલ્મ ગણાવી છે. આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુમાં થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં તેની સાથે નયનતારા અને વિજય સેતુપતિ પણ જોવા મળશે. આ ફિલ્મને સાઉથના ડિરેક્ટર ઍટલીએ ડિરેક્ટ કરી છે.
શાહરુખે તેના ફૅન્સ સાથે ‘આસ્ક એસઆરકે સેશન’ રાખ્યું હતું. એમાં તેના ફૅન્સે તેને ફિલ્મને લઈને પણ અનેક સવાલ પૂછ્યા હતા. એક ફૅને પૂછ્યું હતું, ‘જવાન’ કયા વિષય પર છે? એનો જવાબ આપતાં શાહરુખે લખ્યું હતું, ‘આ ફિલ્મ નારીશક્તિનો સ્ટ્રૉન્ગ મેસેજ આપે છે, મહિલાઓનું સન્માન કરવાનું અને તેમના પડખે ઊભા રહેવા વિશેની છે.’