અમિતાભ બચ્ચનની દોહિત્રી સાથે આ એક્ટરને કરવા છે લગ્ન

04 July, 2019 02:59 PM IST  |  મુંબઈ ડેસ્ક

અમિતાભ બચ્ચનની દોહિત્રી સાથે આ એક્ટરને કરવા છે લગ્ન

નવ્યા નવેલી ઝિ

જાવેદ જાફરીનો મોટો દીકરો મિઝાન જાફરી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેની પહેલી ફિલ્મ 'મલાલ' પાંચ જુલાઇ એટલે કે આવતી કાલે રિલીઝ થવાની છે. પણ મિઝાન 'મલાલ'ની રિલીઝ પહેલા જ ચર્ચામાં છવાયેલો છે. અને તેનું કારણ છે અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી. હવે મિઝાન જાફરીએ આ વિશે સ્પષ્ટતા કરી છે.

મિઝાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે રિલેશનશિપમાં છે. પણ તે છોકરી અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નથી. તે અન્ય કોઇક છે. મિઝાને કહ્યું કે હું મારી મિત્ર સાથે ફરવા જાઉં છું. તેનો એ અર્થ નથી કે હું તેની સાથે રિલેશનશિપમાં છું. તમે આ બાબતે ત્યારે વિશ્વાસ કરશો જ્યારે હું મારી ગર્લફ્રેન્ડ સાથે ફરવા જઈશ. આ ખૂબ જ ખોટી વાત છે, ખાસ તો નવ્યા માટે. મીડિયાએ ક્યાંક ને ક્યાંક પોતાની સીમાઓ નક્કી કરવી જોઈએ. જો કે કોઈ શું કહે છે. તેનાથી મને કોઈ ફરક પડતો નથી.

કેટલીય વાર સાથે દેખાયા નવ્યા અને મિઝાન
નવ્યા અને મિઝાન સારા મિત્રો છે. બન્નેને ઘણીવાર સાથે જોવામાં આવ્યા છે. બન્ને જ પોતાની મિત્રતા ક્યારેય છુપાવતા નથી. પણ તાજેતરમાં જ મિઝાને એક ચેટ શો દરમિયાન જણાવ્યું કે નવ્યા સાથે લગ્ન કરવા માગે છે. અને ત્યારથી જ અફેયરની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. હકીકતે, મિઝાન પોતાની ફિલ્મના પ્રમોશન કરવા એક ટીવી ચેટ શો પર પહોંચ્યો હતો. ત્યાં તેને પૂછવામાં આવ્યું કે તે કોને મારવા માગશે? કોની સાથે લગ્ન કરવા માગશે? અને કોની સાથે હૂકઅપ કરવા માગે છે? આ સવાલોના ત્રણ ઑપ્શન આપવામાં આવ્યા, સારા અલી ખાન, નવ્યા નવેલી અને અનન્યા પાંડે. તેના પર મિઝાને રસપ્રદ જવાબ આપ્યો. મિઝાને કહ્યું કે, તે અનન્યા પાંડેનું કત્લ કરવા માગશે, સારા અલી ખાન સાથે હૂક અપ કરવા માગશે. નવ્યા નવેલી સાથે લગ્ન કરવા માગશે.

આ પણ વાંચો : હ્રિતિક રોશન વિરૂદ્ધ છેતરપિંડીનો મામલો, હૈદરાબાદમાં થયો કેસ

ત્યાર બાદ તેને પ્રશ્ન કરવામાં આવ્યો કે તે ક્યારે આ રિલેશનશિપનો સ્વીકાર કરશે. મિઝાને કહ્યું કે, "જ્યારે રિલેશન છે જ નહીં તો હું કેમ સ્વીકારું. અમારી વચ્ચે કોઈ રિલેશનશિપ નથી. અમે ફ્રેન્ડ્સ છીએ, ફ્રેન્ડશિપના પણ સંબંધો હોય છે."

navya naveli nanda amitabh bachchan bollywood news bollywood bollywood events