કેમ શેખર કપૂરને સાઇકિયાટ્રિસ્ટ પાસે જવાની સલાહ આપી જાવેદ અખ્તરે?

29 July, 2019 10:01 AM IST  |  મુંબઈ

કેમ શેખર કપૂરને સાઇકિયાટ્રિસ્ટ પાસે જવાની સલાહ આપી જાવેદ અખ્તરે?

જાવેદ અખ્તર અને શેખર કપૂર

શેખર કપૂરના ટ્વીટ પર જડબાતોડ જવાબ આપતાં જાવેદ અખ્તરે તેને સાઇકિયાટ્રિસ્ટ પાસે જવાની સલાહ આપી હતી. શેખર કપૂરનું કહેવું છે કે તે આજે પણ પોતાની જાતને રેફ્યુજી ગણે છે. ટ્‍‍વિટર પર શેખર કપૂરે ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘દેશના વિભાજન બાદ મેં એક રેફ્યુજી તરીકે શરૂઆત કરી હતી. પેરન્ટ્સ પોતાના બાળકના ઉજ્જ્વળ ભવિષ્ય માટે સર્વસ્વ સોંપી દે છે. મને હંમેશાંથી જ બુદ્ધિજીવીઓનો ડર લાગે છે. તેમણે મને એવો અનુભવ કરાવ્યો હતો કે હું નાની વ્યક્તિ છું. હું હજી પણ તેમનાથી ડરું છું. જોકે મારી ફિલ્મો બાદ તેમણે મારો સ્વીકાર કર્યો હતો. એ વખતે એવું લાગતું હતું કે જાણે સાપ કરડ્યો છે. હું હજી પણ રેફ્યુજી છું.’

શેખર કપૂરના આ ટ્વીટ પર જાવેદ અખ્તરે રોષ વ્યક્ત કર્યો હતો. ટ્‍‍વિટર પર જાવેદ અખ્તરે ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘કોણ છે એ બુદ્ધિજીવીઓ જે તમને ભેટી પડતા સાપના દંશ જેવો અનુભવ થયો હતો? શ્યામ બેનેગલ, અદૂર ગોપાલક્રિષ્નન, રામચન્દ્ર ગુહા? શેખર સાહેબ ખરું કહું તો તમારી તબિયત નથી સારી. તમને મદદની જરૂર છે. સાઇક્રિયાટ્રિસ્ટને મળવામાં શાની શરમ લાગે? હજી પણ રેફ્યુજી હોવાનું લાગે છે એનો અર્થ શું થયો? શું એનો મતલબ એ થયો કે તમને બહારના હોવાનું અથવા તો ભારતીય ન હોવાનું લાગી રહ્યું છે? તમને એમ નથી લાગતું કે આ તમારી માતૃભૂમિ છે? જો ભારતમાં રહીને પણ તમને એમ લાગતું હોય કે તમે રેફ્યુજી છો તો શું પાકિસ્તાનમાં તમને રેફ્યુજી જેવું નહીં લાગે? આ બધું બંધ કરો. ધનવાન, પરંતુ ગરીબ અને એકલા માણસ, તારે આ બધું બંધ કરવું જોઈએ.’

આ પણ વાંચોઃ Sharma Vibhoutee: દયાબેનના રોલ માટે જેની થઈ હતી ચર્ચા, તેની આવી છે અદા

javed akhtar shekhar kapur bollywood entertaintment