જાવેદ અખ્તરે કહ્યું શા માટે ધોનીએ ન લેવો જોઈએ સંન્યાસ...

14 July, 2019 02:14 PM IST  |  મુંબઈ

જાવેદ અખ્તરે કહ્યું શા માટે ધોનીએ ન લેવો જોઈએ સંન્યાસ...

જાવેદ અખ્તરે કહ્યું શા માટે ધોનીએ ન લેવો જોઈએ સંન્યાસ...

વર્લ્ડ કપ 2019ના સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ દ મહેન્દ્ર સિંહ ધોનીના રિટાયરમેંટની ચર્ચા જોર પર છે. આ ખબરોને લઈને બોલીવુડની સ્વર કોકિલા લતા મંગેશકરે ટ્વીટ કર્યું કે ધોનીએ રિટાયરમેન્ટ ન લેવું જોઈએ. તેમની રમતની દેશને જરૂર છે.

લતા મંગેશકરના બાદ હવે જાવેદ અખ્તરે પણ હવે ટ્વીટ કરીને ધોનીને રિટાયર ન થવાનું કહ્યું છે. જાવેદે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કર્યું કે, મિડલ ઑર્ડરના બેટ્સમેન અને ટીમના વિકેટ કીપર હોવાના નાતે એમએમ ધોની એક બેટ્સમેન અને ભરોસાપાત્ર ખેલાડી છે. વિરાટ કોહલીને પણ આ વાતની સમજ છે કે ક્રિકેટને લઈને ધોનીની સમજ ટીમ માટે ફાયદાકારક છે. ધોની માટે હજી ઘણું બધું ક્રિકેટ બાકી છે. તો તેમના માટે રિટાયરમેંટ વિશે વાત જ કેમ કરવામાં આવે?


આ હતું લતા મંગેશકરવું ટ્વીટ
લતા મંગેશકરે ટ્વીટ કરતા લખ્યું હતું કે, "નમસ્કાર એમ એસ ધોની જી. આજકાલ હું સાંભળી રહી છું કે તમે રિટાયર થવા માંગો છો. મહેરબાની કરીને તમે એવું ન વિચારો. દેશને તમારા ખેલની જરૂર છે અને આ મારી પણ રીક્વેસ્ટ છે કે  રિટાયરમેંટનો વિચાર પણ તમે તમારા મનમાં ન લાવો." જો કે, લતા મંગેશકર એકમાત્ર એવી હસ્તી નથી, જેમણે ધોનીના રિટાયરમેંટે લઈને નિવેદન આપ્યું છે.

આ પણ વાંચોઃ રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

આ પહેલા સચિન તેંડુલકરે પણ ધોનીના રિટાયરમેંટના નિર્ણય તેમના પર છોડવાની વાત કરી હતી. સચિને કહ્યું હતું કે, 'આ તેનો વ્યક્તિગત નિર્ણય છે અને ધોની પર તેને છોડી દેવો જોઈએ, કારણ કે તેમનું સીમિત ઓવર્સના ક્રિકેટમાં ખાસ કરિઅર છે. આ તેમનો પોતાનો નિર્ણય છે. તમામને પોતાની સ્પેસ આપવી જોઈએ અને તેનું સન્માન કરવું જોઈએ. તમામલ લોકોએ અફવા ફેલાવવાના બદલે ભારતીય ક્રિકેટને ધોનીએ આપેલા યોગદાનનું સન્માન કરવું જોઈએ. ભારતીય ક્રિકેટને આટલું યોગદાન આપ્યા બાદ તેણે ખુદ આ નિર્ણય લેવો જોઈએ.'

ms dhoni javed akhtar bollywood news