સલમાનની ફિલ્મમાં જસ્સી ગિલ અને સિદ્ધાર્થ નિગમ

24 May, 2022 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાનની આગામી ફિલ્મમાં હવે જસ્સી ગિલ અને સિદ્ધાર્થ નિગમની એન્ટ્રી થઈ છે.

સલમાનની ફિલ્મમાં જસ્સી ગિલ અને સિદ્ધાર્થ નિગમ

સલમાન ખાનની આગામી ફિલ્મમાં હવે જસ્સી ગિલ અને સિદ્ધાર્થ નિગમની એન્ટ્રી થઈ છે. ફરહાદ સામજી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ઍક્શન ફિલ્મમાં તેમની સાથે પૂજા હેગડે, વેન્કટેશ, શહનાઝ ગિલ અને રાઘવ જુયાલ પણ કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં ત્રણ ભાઈઓના પાત્ર માટે ઍક્ટરની શોધ કરવામાં આવી રહી હતી અને એ પણ એવા ઍક્ટર જેમનું કૉમિક ટાઇમિંગ ખૂબ જ જોરદાર હોય. આ માટે રાઘવને પસંદ કરવામાં આવ્યો હતો. જોકે હવે તેમની સાથે જસ્સી ગિલ અને સિદ્ધાર્થની પણ એન્ટ્રી થઈ છે. સિદ્ધાર્થ અને જસ્સીને ગયા અઠવાડિયે જ પસંદ કરવામાં આવ્યા હતા અને તેમની લુક-ટેસ્ટ પણ ત્યારે જ થઈ ગઈ હતી. જસ્સીએ ‘પંગા’માં કંગના સાથે કામ કર્યું હતું. સિદ્ધાર્થ ટીવીમાં ખૂબ જ જાણીતું નામ છે, પરંતુ તેણે આમિર ખાનની ‘ધૂમ 3’માં આમિરનું યુવાનીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે અને તેઓ ત્રણેય સેટ પર ગઈ કાલે પહોંચી ગયા હતા. આ શેડ્યુલ પૂરું થયા બાદ જૂનમાં હૈદરાબાદમાં એનું શૂટિંગ કરવામાં આવશે.

bollywood news Salman Khan