અરિજિત સિંહ સાથે કોલૅબરેટ કરશે જસલીન રૉયલ

10 June, 2023 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જસલીન ગીત કમ્પોઝ કરવા અને અવાજ આપવાની સાથે મ્યુઝિક વિડિયો પ્રોડ્યુસ કરવા માટે પણ જાણીતી છે.

અરિજિત સિંહ અને જસલીન રૉયલ

જસલીન રૉયલ અને અરિજિત સિંહ તેમના પૅશન પ્રોજેક્ટમાં કોલૅબરેટ કરવા જઈ રહ્યાં છે. તેઓ બન્ને હવે એક નવું રોમૅન્ટિક સૉન્ગ લઈને આવી રહ્યાં છે. તેમણે અગાઉ અજય દેવગનની ‘રનવે 34’માં ‘મિત્રા રે’ ગીતમાં સાથે અવાજ આપ્યો હતો. જસલીન ગીત કમ્પોઝ કરવા અને અવાજ આપવાની સાથે મ્યુઝિક વિડિયો પ્રોડ્યુસ કરવા માટે પણ જાણીતી છે. તે મ્યુઝિક લેબલ પર ભરોસો નથી કરતી અને પોતાના વિડિયોને પોતે પ્રોડ્યુસ કરવામાં માને છે. આ વિશે જસલીને કહ્યું કે ‘મારા માટે આ ગીત ખૂબ જ સ્પેશ્યલ છે. હું આ ગીતને કમ્પોઝ કરવાની સાથે અવાજ પણ આપી રહી છું અને મ્યુઝિક વિડિયો પણ પ્રોડ્યુસ કરી રહી છું. આ મારો પૅશન પ્રોજેક્ટ છે અને મારા ગીત માટે મારાથી જે બેસ્ટ હોય એ હું કરવા માગું છું. આથી જ મેં અરિજિતને મારા માટે ગીત ગાવા માટે કહ્યું હતું. તેણે તરત જ રિસ્પૉન્સ આપ્યો હતો અને મને ગીત ગાવા માટે હા પાડી દીધી હતી. મને તેનું કામ ખૂબ જ પસંદ છે અને એનાથી મને ખૂબ જ પ્રેરણા મળે છે. અમારું ગીત જ્યારે રેકૉર્ડ થઈ રહ્યું હતું ત્યારે પણ તેનો અવાજ સાંભળીને હું અવાચક થઈ ગઈ હતી.’

arijit singh bollywood news bollywood gossips bollywood entertainment news