✕

જાહ્‌નવી કપૂર બની નગીનાની શ્રીદેવી

01 November, 2026 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ તસવીરોમાં જાહ્‌નવી મમ્મી શ્રીદેવીના અંદાજમાં જોવા મળી રહી છે જ્યારે ઓરીએ રિશી કપૂરનો લુક અપનાવ્યો છે. પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં જાહ્‌નવીએ આ તસવીરો શૅર કરીને લખ્યું હતું કે ‘હૅપી હેલોવીન. અત્યાર સુધીનાં સૌથી આઇકૉનિક ફિલ્મી દૃશ્યોમાં.

જાહ્‌નવી બની ‘નગીના’ની શ્રીદેવી

જાહ્‌નવી કપૂરે આ વર્ષના હૅલોવીન નિમિત્તે પોતાની દિવંગત મમ્મી શ્રીદેવીની યાદ તાજી કરી છે. તેણે ૧૯૮૬માં આવેલી ‘નગીના’માં શ્રીદેવીએ અપનાવેલા આઇકૉનિક લુકને રીક્રિએટ કર્યો છે. આ તસવીરોમાં જાહ્‌નવી મમ્મી શ્રીદેવીના અંદાજમાં જોવા મળી રહી છે જ્યારે ઓરીએ રિશી કપૂરનો લુક અપનાવ્યો છે. પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં જાહ્‌નવીએ આ તસવીરો શૅર કરીને લખ્યું હતું કે ‘હૅપી હેલોવીન. અત્યાર સુધીનાં સૌથી આઇકૉનિક ફિલ્મી દૃશ્યોમાંથી એકને ફરીથી રજૂ કરવું જ હતું. હેલોવીન હવે તમારા મનપસંદ પાત્રનો વેશ ધારણ કરવા વિશે બની ગયું છે. કેટલીક વાર એ ડરામણું હોય છે, કેટલીક વાર રમૂજી હોય છે અને કેટલીક વાર કોઈને સમર્પિત શ્રદ્ધાંજલિ હોય છે. મમ્મા, રિશી અંકલ અને અમરીશ સર કરતાં વધુ આઇકૉનિક બીજું કોણ હોઈ શકે?’

sridevi janhvi kapoor rishi kapoor amrish puri naagin halloween bollywood buzz bollywood gossips bollywood news bollywood bollywood events