શ્રીદેવીની ડેથ-ઍનિવર્સરી નિમિત્તે તેના હાથે લખેલી નોટ શૅર કરી જાહ્‌નવીએ

25 February, 2021 01:40 PM IST  |  Mumbai | Agencies

શ્રીદેવીની ડેથ-ઍનિવર્સરી નિમિત્તે તેના હાથે લખેલી નોટ શૅર કરી જાહ્‌નવીએ

શ્રીદેવીની ડેથ-ઍનિવર્સરી નિમિત્તે તેના હાથે લખેલી નોટ શૅર કરી જાહ્‌નવીએ

શ્રીદેવીની ડેથ-ઍનિવર્સરી નિમિત્તે તેના હાથે લખેલી નોટને જાહ્‌નવી કપૂરે શૅર કરી છે. ૨૦૧૮ની ૨૪ ફેબ્રુઆરીએ તેનું દુબઈમાં અવસાન થયું હતું. ૧૯૬૩ની ૧૩ ઑગસ્ટે તેનો જન્મ થયો હતો. તે છેલ્લે શાહરુખ ખાનની ‘ઝીરો’માં નાનકડી ભૂમિકામાં જોવા મળી હતી. જોકે આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ તેનું નિધન થયું હતું. ફિલ્મમેકર બોની કપૂર સાથે લગ્ન કર્યા બાદ તેને જાહ્‌નવી અને ખુશી નામની બે દીકરીઓ છે. શ્રીદેવીના ફૅન્સ અને ફિલ્મી સેલિબ્રિટીઝ પણ તેને યાદ કરી રહ્યા છે. જાહ્‌નવીએ જે નોટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે એમાં જાહ્‌નવીની પ્રશંસા કરતાં શ્રીદેવીએ લખ્યું છે કે ‘આઇ લવ યુ માય લબ્બુ. વિશ્વમાં તું સૌથી બેસ્ટ બેબી છે.’

bollywood bollywood news bollywood ssips janhvi kapoor sridevi