05 May, 2024 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીદેવીનું ચેન્નઈમાં આવેલ મકાન
શ્રીદેવીના ચેન્નઈમાં આવેલા મકાનને લોકોના રહેવા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ ઑફર બાર મેથી શરૂ થવાની છે. જોકે એના માટે લોકોએ કોઈ ખર્ચ નથી કરવાનો એવી માહિતી જાહ્નવી કપૂરે આપી છે. આ મકાનની એક ઝલક જાહ્નવીએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. તાજેતરમાં જ શ્રીદેવીના આ ડ્રીમ હાઉસને આઇકન્સની કૅટેગરીમાં સામેલ કરાયું છે. ૨૦૧૮માં શ્રીદેવીનું અવસાન થયું હતું. મકાનમાં રહેવાની ઑફર વિશે જાહ્નવી કહે છે, ‘આ મકાનમાં રહેવા માટે કોઈ પૈસા નથી ચૂકવવાના. એમાં ફ્રીમાં રહી શકશો. લોકોએ એના માટે અપ્લાય કરવું પડશે. એના પરથી અમે નક્કી કરીશું અને લકી વિનરને ગોલ્ડન ટિકિટ મળશે. મહેરબાની કરીને ત્યાંથી કોઈ વસ્તુની ચોરી ન કરતા. હું મારા ફૅન્સ પર ખૂબ ભરોસો કરું છું.’