ક્રિકેટમાં માસ્ટર બની ગઈ જાહ્નવી

01 February, 2021 02:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટમાં માસ્ટર બની ગઈ જાહ્નવી

જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂર ક્રિકેટમાં ચૅમ્પિયન બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. ક્રિકેટ રમતી વખતે તેના ચહેરા પર આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તે પટિયાલા સલવાર-કમીઝ અને જૅકેટ પહેરીને ક્રિકેટ રમી રહી છે. તેણે ‘ગુડ લક જેરી’નું શૂટિંગ પંજાબમાં શરૂ કરી દીધું છે. ક્રિકેટ રમતી વિડિયો ક્લિપ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને જાહ્નવીએ કૅપ્શન આપી હતી કે શું એમ કહી શકાય કે હું હવે ક્રિકેટમાં માસ્ટર બની ગઈ છું?

entertainment news bollywood bollywood news jhanvi kapoor