ઈ-રિક્ષા ચલાવતી જાહ્‌નવી કપૂર

12 February, 2021 11:23 AM IST  |  Mumbai | Mumbai correspondent

ઈ-રિક્ષા ચલાવતી જાહ્‌નવી કપૂર

ઈ-રિક્ષા ચલાવતી જાહ્‌નવી કપૂર

જાહ્‍નવી કપૂર હાલમાં ‘ગુડ લક જેરી’નું શૂટિંગ કરી રહી છે. તે સેટ પર કામની સાથે મસ્તી પણ કરી રહી છે. તેનો હાલમાં જ એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે ઈ-રિક્ષા ચલાવી રહી હતી. તેની રિક્ષામાં ક્રૂ મેમ્બર્સ બેઠા છે. સેટ પરના ફોટો તે સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. કાચા રસ્તા પર તે ખૂબ જ સારી રીતે રિક્ષા ચલાવી રહી હતી. ઈ-રિક્ષા ચલાવતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જાહ્‍નવીએ કૅપ્શન આપી હતી કે ફિલ્મનું શૂટિંગ મજેદાર બની ગયું છે.

bollywood bollywood news bollywood ssips janhvi kapoor