જ્યારે ફિલ્મોમાં આવતા પહેલા જાન્હવીએ બતાવી એક્ટિંગની કળા,કેમ બની છોકરો?

06 March, 2021 03:42 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જ્યારે ફિલ્મોમાં આવતા પહેલા જાન્હવીએ બતાવી એક્ટિંગની કળા,કેમ બની છોકરો?

જાન્હવી કપૂર

બૉલીવુડ એક્ટ્રેસ જાન્હવી કપૂરે ખૂબ જ ઓછા સમયમાં એક્ટિંગ પ્રત્યે પોતાની મહેનત અને લગનને કારણે નિર્દેશકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. જાન્હવી ઘણાં લોકોની પ્રિય છે અને ઘણાં લોકો તેનામાં તેની માતા શ્રીદેવીની ઝલક પણ જુએ છે. જાન્હવી કપૂર પોતાનો 24મો જન્મદિવસ ઉજવી રહી છે. એક્ટ્રેસના જન્મદિવસના અવસરે જાણો એ કિસ્સા વિશે જ્યારે અભિનેત્રીએ ઘણો સમય પહેલા જ પોતાના અભિનયની કળા બતાવી દીધી હતી. જાન્હવી કપૂર પોતાના એક મિત્રની મદદ કરવા માટે છોકરો બની ગઈ હતી. શક્ય છે કે ઘણાં લોકોને આ વાત પર વિશ્વાસ ન થાય પણ જાન્હવી કપૂરે કરણ જોહરના શૉમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

જાન્હવી કપૂરે કરણ જોહરના ચૅટ શૉમાં જણાવ્યું હતું કે એકવાર તેને છોકરાનું ગેટઅપ કરવું પડ્યું હતું, જાન્હવીને આ માટે ઘણી જહેમત ઉઠાવવી પડી હતી. તેણે આ માટે ઓવરસાઇઝ્ડ હૂડી પહેરી હતી અને તકિયાથી પોતાને છોકરા જેવો બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ બધું તેણે પોતાની એક મિત્રની મદદ કરવા માટે કર્યું હતું. હકીકતે તેની એક મિત્રની મદદ માટે જાન્હવીને આ કરવું પડ્યું હતું, જેનો હેતુ છોકરાને જેલસ ફીલ કરાવવાનો હતો. જાન્હવી આમાં સફળ પણ થઈ. આથી આ વાતનો અંદાજો લગાડી શકાય છે કે જાન્હવીમાં એક્ટિંગની કળા બાળપણથી જ હતી.

ગુડ લક જેરીના શૂટિંગમાં વ્યસ્ત જાન્હવી
જણાવવાનું કે જાન્હવી કપૂરે પોતાના કરિઅરની શરૂઆથ ઇશાન ખટ્ટર અપૉઝિટ ફિલ્મ ધડક દ્વારા વર્ષ 2018માં કરી હતી. તેના પછી તે ઘોસ્ટ સ્ટોરીઝ અને ગુંજન સક્સેના બાયોપિકમાં જોવા મળી છે. એક્ટ્રેસ પાસે હાલ ઘણાં બધાં પ્રૉજેક્ટ્સ છે. તે હાલ ફિલ્મ રૂહીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સિવાય તેની પાસે દોસ્તાના 2 જેવી ફિલ્મ પણ છે. જાન્હવી કપૂર ફિલ્મ ગુડ લક જેરીના શૂટિંગમાં વ્યસ્ત છે.

janhvi kapoor bollywood happy birthday bollywood news bollywood ssips