લાલબાગચા રાજાનાં દર્શન કરવા ગયેલાં પરમ અને સુંદરી ભીડમાં ફસાયાં

30 August, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાહ્નવી અને સિદ્ધાર્થને બહાર લઈ જવા માટે એસ્કોર્ટ કરવામાં આવ્યાં કારણ કે તેમના ક્રેઝને કારણે પરિસ્થિતિ કાબૂ બહાર ચાલી ગઈ હતી

જાહ્વવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા

જાહ‌્‌નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમની ફિલ્મ ‘પરમ સુંદરી’ની રિલીઝના એક દિવસ પહેલાં ગુરુવારે લાલબાગચા રાજા ખાતે આશીર્વાદ લેવા માટે ગયાં હતાં. આ સમયે પૂરતી સુરક્ષા-વ્યવસ્થા હોવા છતાં પંડાલમાં એકઠી થયેલી ભીડે બન્ને સ્ટાર્સને ઘેરી લીધાં હતાં. પોતાની આસપાસ એકાએક આટલીબધી ભીડ જોઈને જાહ‌્‌નવી ગભરાઈ ગઈ હતી અને વાઇરલ વિડિયોમાં તેના ચહેરા પર આ લાગણી સ્પષ્ટ રીતે દેખાય છે. આખરે જાહ‌્‌નવી અને સિદ્ધાર્થને બહાર લઈ જવા માટે એસ્કોર્ટ કરવામાં આવ્યાં કારણ કે તેમના ક્રેઝને કારણે પરિસ્થિતિ કાબૂ બહાર ચાલી ગઈ હતી.

janhvi kapoor sidharth malhotra lalbaugcha raja ganpati ganesh chaturthi bollywood buzz bollywood news bollywood gossips bollywood