આ છે જાન્હવી કપૂરની આગામી ફિલ્મ

15 June, 2019 02:19 PM IST  | 

આ છે જાન્હવી કપૂરની આગામી ફિલ્મ

જાન્હવી કપૂર

જાન્હવી કપૂરની આગામી ફિલ્મનું નામ જાહેર થઇ ચૂક્યું છે. ફિલ્મનું નિર્દેશન હાર્દિક મેહતા કરે છે. આ એક રોમ-કૉમ હશે. આ ફિલ્મને દિનેશ વીજન અને મૃઘદીપ સિંહ લાંબા પ્રૉડ્યૂસ કરે છે.

જાન્હવી કપૂરની આગામી ફિલ્મ રુહીઅફઝાની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મમાં જાન્હવી કપૂર સિવાય ફિલ્મ અભિનેતા રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તો આ ફિલ્મનું નિર્દેશન હાર્દિક મેહતા કરે છે અને આ ફિલ્મ એક હોરર કૉમેડી ફિલ્મ હશે. આ ફિલ્મને દિનેશ વીજન અને મૃઘદીપ સિંહ લાંબા પ્રૉડ્યૂસ કરશે. આ ફિલ્મ ગીત ગાતાં ભૂતો પર આધારિત છે. જે દુલ્હાને ગીત ગાઇને સુવડાવી દે છે અને તેમની દુલ્હન પર કબજો કરી લે છે.

ફિલ્મમાં હશે જાન્હવી કપૂરનો ડબલ રોલ

ફિલ્મ રુહીઅફઝામાં જાન્હવી કપૂર ડબલ રોલમાં જોવા મળશે. એકનું નામ હશે 'રૂહી' અને બીજું નામ 'અફસાના' હશે. આ ફિલ્મની જાહેરાત ફિલ્મ પ્રૉડ્યુસ કરતી કંપની Maddock Filmsએ સોશિયલ મીડિયા પર કરી છે. જેમાં લખ્યું છે કે " અટેન્શન પર કબજો કરવા આવી રહ્યા છે, આજથી શરૂ થાય છે 'રૂહીઅફઝા'| અને તેના પછી ફિલ્મ સાથે જોડાયેલા લોકોને ટેગ કર્યાં છે. (Karne aa rahe hai attention pe kabza, aaj se shuru hoti hai #RoohiAfza! )

આ પણ વાંચો : પરિણામની ચિંતા કરીશ તો ધાર્યું ફળ નહીં મેળવી શકું: કૅટરિના કૈફ

ફિલ્મનું પહેલું શૂટિંગ ઉત્તરાખંડમાં

આ ફિલ્મનું પહેલું શેડ્યૂલ ઉત્તરાખંડના રૂરકીથી શરૂ થશે. જાન્હવી કપૂરના ડબલ રોલને કારણે તેને પોતાની જબરજસ્ત એક્ટિંગનો પરિચય કરાવવાની સારી તક મળી છે. આ ફિલ્મનું નિર્દેશન રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કૃત હાર્દિક મેહતા કરે છે. આ ફિલ્મ ઉત્તર ભારતમાં શૂટ થશે. આ ફિલ્મ 20 માર્ચ 2020માં રિલીઝ થશે.

janhvi kapoor rajkummar rao bollywood bollywood news bollywood events bollywood gossips