‘ઍન ઍક્શન હીરો’ને ધાર્યો રિસ્પૉન્સ ન મળતાં નારાજ થયો છે જયદીપ

20 February, 2023 05:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ગયા વર્ષે રિલીઝ કરવામાં આવી હતી

જયદીપ અહલાવત

‘ઍન ઍક્શન હીરો’ને ધાર્યું પરિણામ ન મળતાં જયદીપ અહલાવત નારાજ થયો છે. બૉક્સ-ઑફિસ પર આ ​ફિલ્મ કાંઈ ખાસ કમાલ ન કરી શકી. આ ફિલ્મને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ગયા વર્ષે રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મને અનિરુદ્ધ ઐયરે ડિરેક્ટ કરી હતી. ફિલ્મને લઈને જયદીપ અહલાવતે કહ્યું કે ‘મને અનિરુદ્ધ માટે પણ ખરાબ લાગે છે, કેમ કે ડિરેક્ટર તરીકે તેની આ પહેલી ફિલ્મ હતી. તે અદ્ભુત ફિલ્મમેકર અને વ્યક્તિ છે. એથી મને થોડું માઠું લાગે છે. મને લાગે છે કે આ ખોટું થયું છે. ફિલ્મ જ્યારે ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થઈ તો દરેકે જોઈ અને દરેકને ગમી હતી. એથી હું થોડો રોષે ભરાયેલો છું. ડિજિટલ પ્લૅટફૉર્મ પર આ ફિલ્મ જોયા બાદ લોકો મેસેજ પણ કરે છે. જે પણ લોકોએ થિયેટરમાં અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર જોઈ છે તેમને આ ફિલ્મ પસંદ પડી છે. કોઈ એક વ્યક્તિ પણ એવી નહોતી જેણે એમ કહ્યું હોય કે આ ફિલ્મ બકવાસ છે. ખરેખર વિચિત્ર બાબત છે. આવું કેમ થયું એ સમજમાં નથી આવતું. આ એક બૉલીવુડ મસાલા ફિલ્મ હતી. કેટલાક સામાજિક મુદ્દાઓ પણ હતા. અમે સ્ટોરી સારી રીતે જણાવી છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood ayushmann khurrana netflix