એસ.પી.બાલાસુબ્રમણ્યમને ભારત રત્ન જાહેર કરવા જોઈએ: જગન મોહન રેડ્ડી

29 September, 2020 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એસ.પી.બાલાસુબ્રમણ્યમને ભારત રત્ન જાહેર કરવા જોઈએ: જગન મોહન રેડ્ડી

એસ.પી.બાલાસુબ્રમણ્યમ, જગન મોહન રેડ્ડી

આંધ્રપ્રદેશના ચીફ મિનિસ્ટર વાય. એસ. જગન મોહન રેડ્ડીનું કહેવું છે કે એસ પી બાલાસુબ્રમણ્યમને ભારત રત્ન જાહેર કરવા જોઈએ. એસ. પી. બાલાસુબ્રમણ્યમને કોરોના થયો હોવાથી તેમને પાંચ ઑગસ્ટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનું ૨૫ સપ્ટેમ્બરે મૃત્યુ થયું હતું. આ મહિનાની શરૂઆતમાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે એને કારણે ફેફસાંને થયેલા નુકસાનને કારણે તેમનું મૃત્યુ થયું હતું. તેમણે હિન્દી, તામિલ, તેલુગુ અને કન્નડ ભાષા મળીને ૪૦,૦૦૦થી વધુ ગીતો ગાયાં છે. તેમનું મૃત્યુ થતાં આંધ્રપ્રદેશના ચીફ મિનિસ્ટર વાય. એસ. જગન મોહન રેડ્ડીએ કહ્યું હતું કે ‘તેમને દુનિયાભરમાંથી ટ્રિબ્યુટ આપવામાં આવી રહ્યું છે. તેમની સિદ્ધિ મ્યુઝિકથી પર છે. તેમની ટૅલન્ટ દ્વારા તેઓ સંગીતને એક અલગ ઊંચાઈએ લઈ ગયા હતા. તેમના અચાનક મૃત્યુથી ઇન્ડિયામાં રહેલી સેલિબ્રિટીઝ અને ફૅન્સને જ નહીં, પરંતુ દુનિયાભરના મ્યુઝિશ્યનને દુઃખ થયું છે. તેમના કામને જોઈને તેમને ભારત રત્ન આપવામાં આવવો જોઈએ.’

entertainment news bollywood bollywood news bollywood gossips bharat ratna