પ્રભાસની સાહોમાં જોવા મળશે જેક્લિન, મચાવશે ધમાલ

05 July, 2019 07:40 PM IST  |  મુંબઈ

પ્રભાસની સાહોમાં જોવા મળશે જેક્લિન, મચાવશે ધમાલ

પ્રભાસની સાહોમાં જોવા મળશે જેક્લિન

બાહુબલીના એક્ટરની પ્રભાસની ફિલ્મ ઑગસ્ટમાં રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ રિલીઝ થયેલા ફિલ્મના ટીઝરે લોકોની ઉત્સુકતા વધારી દીધી છે. અને હવે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે જેક્લિન પણ ફિલ્મનો એક ભાગ હશે. તે પોતાની અદાઓથી લોકોને દીવાના બનાવશે. ફિલ્મના એક ખાસ ગીતમાં જેક્લિન જોવા મળી શકે છે. ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

આ પહેલી વાર છે જ્યારે શ્રદ્ધા અને જેક્લિન પ્રભાસ સાથે કામ કરી રહ્યા છે. જેક્લિન આ પહેલા પણ ફિલ્મોમાં આઈટમ સોન્ગ કરી ચુકી છે. હાલમાં જ ફિલ્મના ગીત સાયકો સૈયાનું પોસ્ટ રિલીઝ થયું હતું. બાહુબલી એક્ટર પ્રભાસ (Prabhas) અને બૉલીવુડ એક્ટ્રસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)ની જોડી 'સાહો' (Saaho) દ્વારા પડદા પર ધમાલ મચાવવાની છે. હાલમાં જ ફિલ્મ 'સાહો' ફિલ્મનું પહેલું ગીત 'સાઈકો સૈંયા' (Psycho Saiyan)નું ફર્સ્ટ લૂક સામે આવ્યું છે. આ લૂકમાં જ્યાં એક તરફ પ્રભાસ ઘણો ડેશિંગ લાગી રહ્યો છે જ્યાં શ્રદ્ધા કપૂર બહુ જ સુંદર લાગી રહી છે. એવામાં બન્નેનો લૂક ઘણો ધમાકેદાર લાગી રહ્યો છે. 'સાઈકો સૈંયા' માટે પોતાના પહેલા લૂકને પોતે પ્રભાસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી શૅર કર્યો છે.


પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની સાહો માસ્ટ અવેટેડ ફિલ્મ છે. આ ફિલ્મના દ્વારા પ્રભાસ અને શ્રદ્ધા કપૂર પહેલી વાર મોટા પડદા પર સાથે નજર આવશે. બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની સાથે આ ફિલ્મને હિન્દી, તામિલ અને તેલુગુ ત્રણ ભાષાઓમાં શૂટ કરવામાં આવી રહી છે. 'સાહો'માં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સિવાય નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચન્કી પાન્ડે, અરૂણ વિજય અને મુરલી શર્મા એન્ટરટેનમેન્ટની ધૂમ મચાવતા નજર આવશે. 'સાહો' એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેને ટી-સીરીઝે પ્રસ્તુત કર્યું છે, ફિલ્મ યૂવી ક્રિએશન્સનું બેનર તૈયાર કરવામાં આવ્યું છે. શ્રદ્ધા કપૂર અને પ્રભાસ સ્ટારર ફિલ્મ 15 ઑગસ્ટે રિલીઝ થશે.

jacqueline fernandez prabhas saaho