જૅકલિને મહારાષ્ટ્રનાં બે ગામડાંને દત્તક લીધાં

18 August, 2020 07:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૅકલિને મહારાષ્ટ્રનાં બે ગામડાંને દત્તક લીધાં

જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસે મહારાષ્ટ્રનાં બે ગામડાઓ પથારડી અને સકુરને ૩ વર્ષ માટે દત્તક લીધાં છે અને ત્યાંના લોકોમાં તે કુપોષણ પ્રતિ સજાગતા ફેલાવશે. કુપોષિત લોકોને તે પોષણયુક્ત આહાર પૂરો પાડશે. એ વિશે જૅકલિને કહ્યું હતું કે ‘હું ઘણા સમયથી એના વિશે વિચારી રહી હતી. મહામારીને કારણે આ વર્ષ લોકો માટે ખૂબ જ અઘરું છે. કેટલાક લોકો નસીબદાર છે. જોકે આપણા સમાજના કેટલાક લોકો મૂળભૂત જરૂરિયાતોથી વંચિત છે. આ પ્રોજેક્ટની અંદર ૧૫૫૦ લોકોની કાળજી લેવામાં આવશે. ગામડાના લોકો અને બાળકોની તપાસ કરવામાં આવશે. તેમનામાં જાગૃતિ લાવવાનું કામ પણ કરવામાં આવશે. તેમને માહિતી પ્રદાન કરીને ૧૫૦ મહિલાઓને નવજાત શિશુઓની કાળજી કેવી રીતે લેવી એ વિશે જણાવવામાં આવશે. તેમને ૭ ફ્રન્ટલાઇન વર્કર્સ ટ્રેઇનિંગ આપશે. ૨૦ પરિવારોના હેલ્થનો ટ્રૅક રાખવાની યોજના છે, તેમને કુપોષણનો સામનો કરવા માટે સાધનસામગ્રીઓ આપવામાં આવશે. સાથે જ ૨૦ મહિલાઓને બાળકનો જન્મ થાય ત્યાં સુધી સપોર્ટ આપવામાં આવશે. ૨૦ બાળકોની કુપોષણ પર સારવાર કરવામાં આવશે અને ગામડાંમાં ૨૦ કિચન ગાર્ડન્સ બનાવવામાં આવશે. સમાજને મદદરૂપ થવાનું મારા પેરન્ટ્સે શીખવાડ્યું છે. મારા આ નિર્ણયને તો તેમણે પણ સપોર્ટ કર્યો છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips jacqueline fernandez