Saahoમાં નેગેટિવ રોલમાં જોવા મળશે જેકી શ્રોફ, સામે આવ્યો આ લૂક

08 August, 2019 03:04 PM IST  |  મુંબઈ

Saahoમાં નેગેટિવ રોલમાં જોવા મળશે જેકી શ્રોફ, સામે આવ્યો આ લૂક

જેકી શ્રોફ

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સાહો'ના બધા પાત્ર એક-એક કરીને સામે આવવા લાગ્યા છે. હાલ બે દિવસ પહેલા નીલ નિતિન મુકેશની તસવીર સામે આવી હતી અને હવે જેકી શ્રોફની રસપ્રદ તસવીર સામે આવી ગઈ છે. બૉલીવુડના વરિષ્ઠ કલાકાર જેકી શ્રોફે આ બહુભાષી ફિલ્મમાં નેગેટિવ પાત્ર ભજવ્યુ છે અને જે તસવીર સામે આવી છે, એમાં એમનો લૂક પણ એવો જ દેખાઈ રહ્યો છે.

આ તસવીરની સાથે અભિનેતાનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમા એમણે કહ્યું, આ એક્શન ફિલ્મમાં સારો રોલ ભજવીને હું ખુશ છું. એમાં મે વિલનના રોલમાં છું, એટલે મને ન ગીતની જરૂરત પડી અને ન ડાન્સની.

જેકી શ્રોફે જણાવ્યું કે મારો પહેલો પ્રોજેક્ટ 1982માં સ્વામી દાદા હતો,જેમાં મારી સાથે શક્તિ કપૂર હતા. હું હંમેશાથી ફિલ્મોમાં મજબૂત રોલ ભજવવા ઈચ્છતો હતો, જે પ્રભાવપૂર્ણ હોય. આ હીરોનો પણ હોઈ શકે છે અને નેગેટિવ પણ.

એમણે કહ્યું કે મારી ફિલ્મ 'મિશન કાશ્મીર'ને લોકો આજે પણ નથી ભૂલ્યા, જેમા મને વિલનનો રોલ મળ્યો હતો. સાથે જ, એમણે પ્રભાસની સાથે સ્ક્રીન સ્પેસ શૅર કરી છે. નોંધનીય છે કે જેકી શ્રોફ પોતાના જીવનમાં બધાનું સમ્માન કરે છે, પછી એ સ્પૉટ બૉય કેમ ન હોય. આ જ કારણથી બૉલીવુડમાં એમને 'ડાર્લિંગ'ના ઉપનામથી લોકો બોલાવે છે.

આ પણ જુઓ : Shiny Doshi: વાસ્તવિક જીવનમાં ઘણી સ્ટાઈલિશ છે આ સંસ્કારી વહુ

jackie shroff neil nitin mukesh chunky pandey saaho prabhas shraddha kapoor bollywood news