હમણાં પાકિસ્તાનથી થોડું અંતર જાળવવું હિતાવહ: જૅકી શ્રોફ

03 May, 2025 06:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Waves 2025માં જૅકી શ્રોફે ગ્લોબલ યુનિટી, પહલગામ ટેરર-અટૅક અને પાકિસ્તાની સેલિબ્રિટીઝ પર ભારતમાં મૂકવામાં આવેલા બૅન વિશે વાત કરી હતી. કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી WAVES 2025માં પણ આ મુદ્દો છવાયેલો રહ્યો હતો.

જૅકી શ્રોફ

Waves 2025માં જૅકી શ્રોફે ગ્લોબલ યુનિટી, પહલગામ ટેરર-અટૅક અને પાકિસ્તાની સેલિબ્રિટીઝ પર ભારતમાં મૂકવામાં આવેલા બૅન વિશે વાત કરી હતી. કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી WAVES 2025માં પણ આ મુદ્દો છવાયેલો રહ્યો હતો. આ ઇવેન્ટમાં જૅકી શ્રોફે પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમિટમાં જ્યારે તેમને પાકિસ્તાની સેલિબ્રિટીઝના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર ભારતમાં પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણય વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે ‘અમે કોઈ સરકારી નીતિ-નિયમોમાં હસ્તક્ષેપ કરીને વિવાદ ઊભો કરવા નથી ઇચ્છતા. અત્યારે જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખવામાં આવે તો થોડું અંતર જળવાયેલું રહે એ સારું જ છે. જ્યાં સુધી પ્રાઇમ મિનિસ્ટર કંઈ નથી બોલતા, અમે બોલીને શું કરીશું?’

jackie shroff Pahalgam Terror Attack pakistan jammu and kashmir instagram social media bollywood buzz bollywood news bollywood entertainment news