પશુઓ માટે ઍમ્બ્યુલન્સ ડોનેટ કરી જૅકી શ્રોફે

06 March, 2021 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પશુઓ માટે ઍમ્બ્યુલન્સ ડોનેટ કરી જૅકી શ્રોફે

જૅકી શ્રોફ

જૅકી શ્રોફે પશુઓની કાળજી લેવા માટે ઍમ્બ્યુલન્સ ડોનેટ કર્યા બાદ જણાવ્યું હતું કે તે તો અડધો કબરમાં છે. આ વાત સાંભળ્યા બાદ આયેશા ઝુલ્કાએ તેમને મીઠો ઠપકો પણ આપ્યો હતો. જૅકી શ્રોફે એ ઇવેન્ટ દરમ્યાન એ વાતની પણ બાંહેધરી આપી હતી કે જો વધુ ઍમ્બ્યુલન્સની જરૂર પડે તો પણ તેમની મદદ કરવામાં આવશે. સાથે જ કહ્યું હતું કે તેમના દીકરા ટાઇગર શ્રોફને પશુઓની કાળજી રાખવી ખૂબ ગમે છે. પશુઓનું ધ્યાન રાખવામાં આવે એવી સલાહ આપતાં જૅકી શ્રોફે કહ્યું હતું કે ‘આપણાં બાળકોનું ધ્યાન રાખવાનું. તેઓ કાળજી, પ્રેમ અને વહાલનું મૂલ્ય સમજે એ જરૂરી છે. એ ખૂબ અગત્યનું છે. બાકી તો સમજ્યા... અપુન તો આધા કબર મેં બૈઠેલા હૈ. નહીં, નહીં ૯૦ સુધી તો હું જીવિત રહીશ. હું મારી વાત કરી રહ્યો છું યાર.’

entertainment news bollywood bollywood news jackie shroff