જૅકી શ્રોફની પુત્રીએ શૅર કર્યા બોયફ્રેન્ડ સાથેના ફોટોઝ

26 September, 2019 05:12 PM IST  |  મુંબઈ

જૅકી શ્રોફની પુત્રીએ શૅર કર્યા બોયફ્રેન્ડ સાથેના ફોટોઝ

બોલીવુડ એક્ટર જૅકી શ્રોફની પુત્રી કૃષ્ણા શ્રોફ અને ફૂટબોલ પ્લેયર એબન વચ્ચેના અફેરની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. કૃષ્ણા પોતાની રિલેશનશિપ અંગે જાહેરાત કરી ચૂકી છે, અને બંને સાથે ખુશ પણ દેખાય છે. સોશિયલ મીડિયા પરના ફોટોઝથી બંને વચ્ચેના બોન્ડિંગનો ખ્યાલ આવે છે. હાલ કૃષ્ણા પોતાના બોયફ્રેન્ડ સાથે દુબઈમાં રજાઓ માણી રહી છે.

કૃષ્ણાએ કેટલાક કલાકો પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ શૅર કર્યા છે, જેમાં તે બોયફ્રેન્ડ સાથે સમુદ્ર કિનારે બીચ પર મજા કરી રહેલી અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી દેખાય છે. ફોટોમાં દેખાય છે કે કૃષ્મા બ્લેક બિકનીમાં છે, અને ટેટૂ ફ્લોન્ટ કરી રહી છે. કૃષ્ણાએ ફોટો સાથે કેપ્શન આપ્યું છે કે,'Damn. #blessedwiththebest.

આ ફોટોને માત્ર કલાકોમાં જ હજારો લાઈક મળી ચૂક્યા છે. આ ફોટોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે એક મીડિયા ઈન્ટરવ્યુમાં પોતાની રિલેશનશિપ અંગે ઘણા ખુલાસા કર્યા હતા. કૃષ્ણા શ્રોફ લાંબા સમયથી ફૂટબોલ પ્લેયર એબનને ડેટ કરી રહી રહી છે.

આ પણ વાંચોઃ રાહુલ રોયથી દીપિકા કક્કર સુધી, જાણો બિગ બોસના વિનર્સ હાલ ક્યાં છે ?

તાજેતરમાં જ સ્પોટબોયને આપેલા ઈન્ટરવ્યુમાં કૃષ્ણાએ કહ્યું હતું કે બંનેની મિત્રતા એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. કૃષ્ણા પોતાના ફ્રેન્ડને મળવા પહોંચી હતી, ત્યાં એબન પણ હતો. તેમણે કહ્યું કે બંનેને ફૂટબોલમાં રસ હોવાને કારણે લાંબી વાતો થઈ. બાદમાં કૃષ્ણાએ એબનને પોતાનું જિમ જોવા માટે બોલાવ્યા, કારણ કે બંને ફિટનેસ ફ્રીક છે. ત્યારથી બંને વચ્ચે સતત વાતો થવા લાગી.

 

jackie shroff tiger shroff