કોરોના બાદ ઘરે ક્વૉરન્ટીન રહેવું અઘરું હતું મનોજ બાજપાઈ માટે

12 April, 2021 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્વૉરન્ટીનના શરૂઆતના દિવસો અઘરા રહ્યા હતા અને તેમની હાલત પણ બગડી ગઈ હતી. ક્વૉરન્ટીન દરમ્યાન મેં સ્ક્રિપ્ટ વાંચી અને લોકો સાથે વાતો કરીને પોતાને બિઝી રાખ્યો હતો જે હું સામાન્ય દિવસોમાં બરાબર નહોતો કરી શકતો.

મનોજ બાજપાઇ

મનોજ બાજપાઈએ જણાવ્યું હતું કે કોરોના બાદ શરૂઆતમાં ઘરે રહેવું ખૂબ અઘરું બની ગયું હતું. તેને થોડા દિવસો પહેલાં કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. અનેક સેલિબ્રિટીઝને કોરોનાનો ચેપ લાગ્યો છે. એમાંના કેટલાક સેલ્ફ-ક્વૉરન્ટીન થઈને સારવાર લઈ રહ્યા છે તો કોઈ હૉસ્પિટલમાં દાખલ થયા છે. મનોજ બાજપાઈની સાથે તેની વાઇફને પણ કોરોનાનાં લક્ષણો હતાં જે તેની દીકરીની પણ દેખભાળ રાખતી હતી. એ જર્ની વિશે મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘ક્વૉરન્ટીનના શરૂઆતના દિવસો અઘરા રહ્યા હતા અને તેમની હાલત પણ બગડી ગઈ હતી. ક્વૉરન્ટીન દરમ્યાન મેં સ્ક્રિપ્ટ વાંચી અને લોકો સાથે વાતો કરીને પોતાને બિઝી રાખ્યો હતો જે હું સામાન્ય દિવસોમાં બરાબર નહોતો કરી શકતો. એ દરમ્યાન મેં કેટલાક શો અને ફિલ્મો જોયાં હતાં. ઘરે અમે બધાં અલગ-અલગ રૂમમાં રહેતાં હતાં અને એકબીજા સાથે દૂરથી વાતો કરતાં હતાં. એ દિવસોમાં દીકરીથી દૂર રહેવું પણ અઘરું હતું, કેમ કે તે મારી સાથે વધુ સમય પસાર કરે છે. તે મારી સાથે ઘરે રમવા માગતી હતી. તેના ઑનલાઇન ક્લાસ હોય અને હોમવર્ક કરી રહી હોય તો હું તેની સાથે રહું. જોકે કોરોના પૉઝિટિવ હોવાને કારણે હું એ નહોતો કરી શકતો.’

bollywood news bollywood bollywood gossips manoj bajpayee