વૉર હીરો કૅપ્ટન વિક્રમ બત્રાને સ્ક્રીન પર રજૂ કરવા ખૂબ જ જવાબદારીનું કામ હતું : સિદ્ધાર્થ મલ્હોત્રા

27 July, 2021 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કારગિલ શહીદ દિવસના એક દિવસ પહેલાં જ આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું

કારગિલ યુદ્ધ પર આધારિત છે ફિલ્મ શેરશાહ

સિદ્ધાર્થ મલ્હોત્રાનું કહેવું છે કે કૅપ્ટન વિક્રમ બત્રાનુ પાત્ર ભજવવું ખૂબ જ મોટી જવાબદારી હતી. ‘શેરશાહ’માં તે શહીદ કૅપ્ટન વિક્રમ બત્રાનું પાત્ર ભજવી રહ્યો છે. કારગિલ શહીદ દિવસના એક દિવસ પહેલાં જ આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ પાત્ર ભજવવા વિશે વાત કરતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘યુનિફૉર્મ પહેરીને પાત્ર ભજવવાનો હંમેશાં ગર્વ થાય છે, પરંતુ લેજન્ડરી વૉર હીરો કૅપ્ટન વિક્રમ બત્રાનું પાત્ર સ્ક્રીન પર ભજવવું ખૂબ જ મોટી જવાબદારી હતી. આ વ્યક્તિની બહાદુરી અને જુસ્સાની રિયલ લાઇફ સ્ટોરીને સ્ક્રીન પર લાવવા માટે ફિઝિકલ અને મેન્ટલ તૈયારી કરવી ખૂબ જ જરૂરી હતી. તેમની બહાદુરી અને પર્સોનાને ખૂબ જ પ્રામાણિક રીતે મેં |સ્ક્રીન પર રજૂ કરવાની કોશિશ કરી છે અને મારા પર વિશ્વાસ કરવા માટે હું બત્રા ફૅમિલીનો આભાર માનું છું. ‘શેરશાહ’ ફિલ્મ મારા દિલની ખૂબ જ નજીક છે.’

sidharth malhotra bollywood news