ઇન્ડસ્ટ્રી કઈ રીતે કામ કરે છે એ જાણવામાં વર્ષો લાગી ગયાં: દર્શન કુમાર

19 August, 2020 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડસ્ટ્રી કઈ રીતે કામ કરે છે એ જાણવામાં વર્ષો લાગી ગયાં: દર્શન કુમાર

દર્શન કુમાર

દર્શન કુમારનું કહેવું છે કે મને ઇન્ડસ્ટ્રીમાં કામ કેવી રીતે થાય છે એ જાણવામાં વર્ષો લાગી ગયાં છે. તેણે ‘મૅરીકૉમ’, ‘NH10’, ‘સરબજિત’, ‘અ જેન્ટલમૅન’, ‘બાગી 2’ અને ‘ધ ફૅમિલીમૅન’માં કામ કર્યું હતું. ઇન્ડસ્ટ્રી વિશે દર્શન કુમારે કહ્યું હતું કે ‘બાળપણથી આ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો છે તેમના પપ્પા  સ્ટાર અથવા તો પ્રોડ્યુસર હોય છે એથી તેઓ આઉટસાઇડર્સની સામે તો સ્ટાર્સ જ હોય છે. આઉટસાઇડર્સ ઇન્ડસ્ટ્રીના ન હોવાથી તેમને તેમના વિશે માહિતી નથી હોતી. ઇન્ડસ્ટ્રીના કામને સમજવામાં મને વર્ષો લાગી ગયાં. જોકે ઇનસાઇડર્સને તો પહેલેથી જ જાણ હોય છે. તેઓ પહેલેથી જ તૈયારીમાં હોય છે કે તેમણે શું કરવાનું હોય છે. જોકે અમે તો જ્યારે આ ઇન્ડસ્ટ્રીમાં આવીએ ત્યારે અમને જાણ થાય છે. એથી એ માટે ઘણો સમય માગી લે છે. જો તમે ટૅલન્ટેડ હો તો તમને આગળ વધતાં કોઈ ન અટકાવી શકે. ઑડિયન્સના આભારી છીએ કે તેમને સારા ઍક્ટર્સ જોવાનું ગમે છે. ભૂતકાળમાં તો કામની એક જ સ્ટાઇલ હતી, જે હવે બદલાઈ ગઈ છે. દર્શકો પણ એક જ રોલમાં ઍક્ટર્સને જોઈને કંટાળી જાય છે. થિયેટર-ઍક્ટર્સ માટે આ સારો સમય છે પોતાની સ્કિલ્સ પર અને ઍક્ટિંગ પર કામ કરવાનો, જેથી તેઓ અલગ-અલગ રોલ ભજવી શકે છે. જો તમારો પર્ફોર્મન્સ સારો નહીં હોય તો લોકોને તમે પસંદ નહીં પડો અને તમને કામ પણ નહીં મળે. એથી ઇનસાઇડર્સ અને આઉટસાઇડરની ચર્ચાનો અહીં વિષય નથી. એ કદાચ એક વખત કામ કરી જાય, પણ બાદમાં તો તમને કામ માટે તમારી ટૅલન્ટ અને સ્કિલ તો દેખાડવી જ રહી.’

entertainment news bollywood bollywood news bollywood gossips darshan kumaar