લીડ રોલ્સ પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે : અપારશક્તિ ખુરાના

14 December, 2021 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે હાલમાં ‘ધોકા રાઉન્ડ ધ કૉર્નર’ના શૂટિંગમાં વ્યસ્ત છે

અપારશક્તિ ખુરાના

અપારશક્તિ ખુરાનાનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે લીડ રોલ્સ પર ધ્યાન આપવામાં આવે. તે હાલમાં ‘ધોકા રાઉન્ડ ધ કૉર્નર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે આ વર્ષે આવેલી સોશ્યલ-કૉમેડી ‘હેલ્મેટ’માં લીડ રોલ કર્યો હતો. આ પહેલાં તેણે હંમેશાં સપોર્ટિંગ રોલ જ કર્યા હતા. લીડ રોલ વિશે અપારશક્તિએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે આ સારો સમય છે કે લીડ રોલ્સ પર ધ્યાન આપીએ. મને એવાં કૅરૅક્ટર્સ અથવા તો રોલ્સ કરવાં છે જે પ્રશંસનીય હોવાની સાથે મને સંતુષ્ટિ આપવાની સાથે દર્શકોને પણ આપે. હું ઘણા સમયથી એના પર ફોકસ કરી રહ્યો છું અને એ મારા ઉદ્દેશને સાર્થક કરવા માટે જરૂરી અનુભવ આપે. હું સારી કન્ટેન્ટ બનાવું અને નવા અવતારની સાથે એવી સ્ટોરીઝનો ભાગ બનું કે જે મારી ઍક્ટિંગ સ્કિલને દેખાડે. આ સિવાય મને જે વસ્તુથી પ્રેમ છે એમાં હું મારા કામને આગળ વધારવા માગું છું જેમાં સિન્ગિંગ પણ સામેલ છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips aparshakti khurana