ફિલ્મના રિલીઝનું પ્લેટફૉર્મ નહિ એની સ્ટોરી મહત્ત્વની છે:અદિતિ રાવ હૈદરી

26 February, 2021 01:49 PM IST  |  New Delhi | Agencies

ફિલ્મના રિલીઝનું પ્લેટફૉર્મ નહિ એની સ્ટોરી મહત્ત્વની છે:અદિતિ રાવ હૈદરી

ફિલ્મના રિલીઝનું પ્લેટફૉર્મ નહિ એની સ્ટોરી મહત્ત્વની છે:અદિતિ રાવ હૈદરી

અદિતિ રાવ હૈદરીનું કહેવું છે કે લૉકડાઉન દરમ્યાન ડિજિટલ પ્લૅટફૉર્મ આપ‌ણાં બેસ્ટ ફ્રેન્ડ્સ બન્યાં હતાં. તેણે ગયા વર્ષે મલયાલમ રોમૅન્ટિક-ડ્રામા ‘સુફિયમ સુજાતયમ’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તે તેલુગુ ઍક્શનમાં જોવા મળી હતી. હવે પરિણીતી ચોપડા સાથેની ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ પણ ઑનલાઇન રિલીઝ થવાની છે. ડિજિટલ પ્લૅટફૉર્મની પ્રશંસા કરતાં અદિતિએ કહ્યું હતું કે ‘ડિજિટલ પ્લૅટફૉર્મનો ખરો અનુભવ મને ૨૦૨૦માં થયો હતો જ્યારે મારી બે ફિલ્મો રિલીઝ થઈ હતી. મેં રડતાં-રડતા એની શરૂઆત કરી હતી. જોકે ત્યાર બાદ મને એ ખૂબ જ અદ્ભુત લાગ્યું. મને એ બાબત ખૂબ જ સારી લાગી કે માત્ર એક ક્લિકમાં જ આખી ફિલ્મ જોઈ શકો છો. લોકોને સારી સ્ટોરી અને કન્ટેન્ટ જોઈતી હોય છે. હું ખૂબ રોમૅન્ટિક છું. મને થિયેટર પસંદ છે. થિયેટરમાં ફિલ્મો જોઈને જ આપણે બધા મોટા થયા છીએ. થિયેટરમાં હવે ફરીથી જવા માટે આપણે આતુર છીએ. લાર્જર ધૅન લાઇફ ફિલ્મ જોવા માટેનો ઉત્સાહ જ અલગ હોય છે. લૉકડાઉનને કારણે આપણને ડિજિટલ પ્લૅટફૉર્મ્સની અગત્ય સમજાઈ છે. લૉકડાઉન દરમ્યાન એ આપણાં બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગયાં છે. આજે હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તમારી ફિલ્મો કયા પ્લૅટફૉર્મ પર રિલીઝ થાય છે એ મહત્ત્વનું નથી, સ્ટોરી પણ જરૂરી છે. ફિલ્મ બનાવવા કેટલો સમય લાગે છે, કન્ટેન્ટ, ટીમ, ડિરેક્ટરની સાથે આખી જર્ની આગળ વધવી એ બધું ખૂબ અગત્યનું છે. દરેક ફિલ્મનું નસીબ અલગ હોય છે. કેટલીક ફિલ્મો થિયેટર માટે તો કેટલીક ડિજિટલ પ્લૅટફૉર્મ્સ માટે બને છે. બન્ને વૅલિડ છે અને હંમેશાં આપણા માટે વિશેષ રહેશે.’

bollywood bollywood news bollywood ssips aditi rao hydari