હવે આલિયા ભટ્ટની મિત્ર સાથે જોડાયું કેએલ રાહુલનું નામ, તસવીરો છે પુરાવો

07 July, 2019 04:10 PM IST  |  મુંબઈ

હવે આલિયા ભટ્ટની મિત્ર સાથે જોડાયું કેએલ રાહુલનું નામ, તસવીરો છે પુરાવો

હવે આલિયા ભટ્ટની મિત્ર સાથે જોડાયું કેએલ રાહુલનું નામ

ક્રિકેટર કે એલ રાહુલનું નામ બોલીવુડની અલગ-અલગ અભિનેત્રીઓને ડેટ કરવા માટે સતત સમાચારોમાં રહે છે. હવે અહેવાલો આવી રહ્યા છે કે હવે કે એલ રાહુલ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટની દોસ્ત આકાંક્ષા રંજન કપૂરને ડેટ કરી રહ્યા છે. આ વાતનો પુરાવો ખુદ આકાંક્ષાએ આપી હોવાની વાત કહેવામાં આવી રહી છે.

મહત્વનું છે કે લાંબા સમયથી ક્રિકેટર કે એલ રાહુલાનું નામ અલગ અલગ બોલીવુડની અભિનેત્રીઓ સાથે જોડવામાં આવી રહ્યું છે. સાથે જ આવી રહેલા અહેવાલો અનુસાર કે એલ રાહુલ, અભિનેત્રી આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂરને ડેટ કરી રહી છે. આ વાતનો ક્યાસ લોકો એ સમયે લગાવી રહ્યા છે જ્યારે આકાંક્ષાએ ઈંસ્ટાગ્રામ સ્ટોરીમાં શનિવારે સાંજે વર્લ્ડ કપ 2019માં ભારત અને શ્રીલંકાના મેચની તસ્વીર શેર કરી છે. જેમાં કે એલ રાહુલ જોવા મળી રહ્યા છે.


કે એલ રાહુલ ભારત અને શ્રીલંકા વચ્ચે થયેલી મેચના સ્ટાર હતા. તેમણે રોહિત શર્મા સાથે મળીને સદી ફટકારી હતી. ભારતે આ મેચ 7 વિકેટથી જીતી લીધી હતી અને ભારતીય ચાહકોની સાથે સાથે આકાંક્ષા પણ કે એલ રાહુલથી પ્રભાવિત હતી.

આકાંક્ષાની પોસ્ટથી બંને વચ્ચે અફેર હોવાના અહેવાલોએ જોર પકડ્યું છે. બંનેને ઘણીવાર ડિનર, મૂવીઝ અને હાઉસ પાર્ટીઝમાં સાથે જોવા મળી રહ્યા છે.

kl rahul alia bhatt bollywood news