શું Pregnant છે અનુષ્કા શર્મા, ક્લીનિકમાંથી બહાર નીકળતી જોવા મળી

21 May, 2019 06:25 PM IST  | 

શું Pregnant છે અનુષ્કા શર્મા, ક્લીનિકમાંથી બહાર નીકળતી જોવા મળી

અનુષ્કા શર્મા (ફાઇલ ફોટો)

અનુષ્કા શર્મા આજ કાલ ફરી ચર્ચાનો વિષય બની છે. જોકે આ વખતે તે તેની કોઇ ફિલ્મના કારણે નહી પરંતુ તેની પ્રેગ્નેન્સીના કારણે તેના ચાહકોમાં ચર્ચાનો વિષય બની છે. અનુષ્કા શર્માને તાજેતરમાં જ મુંબઇમાં એક ક્લીનિકની બહાર સ્પૉટ કરવામાં આવી. જેના પછી એવા અનુમાન કરવામાં આવે છે કે અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન થયા હતા.

ક્લીનિકની બહાર સ્પૉટ થઇ અનુષ્કા શર્મા

ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરેથી એક મોટી ખબર બહાર આવી રહી છે કે તે ગર્ભવતી છે. જો કે આ બાબતની અધિકારિક માહિતી આપવામાં નથી આવી. અનુષ્કા શર્મા તાજેતરમાં જ મુંબઇમાં એક ક્લીનિકની બહાર સ્પૉટ થઇ હતી. જેના પછી આ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે.

ઑફિશિયલ નિવેદન આવ્યું નથી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક પાવર કપલ તરીકે જાણીતા છે. તેમની ઘણી તસવીરો વાયરલ થઇ છે. ફિલ્મની અભિનેત્રી અનુષ્કા શર્મા ઘણીવાર વિરાટ કોહલી સાથે ડિનર કરતી કે પાર્ટી કરતી જોવા મળી છે પણ આ ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માને તાજેતરમાં ક્લીનિકની બહાર સ્પૉટ કરવામાં આવી હતી. અનુષ્કા શર્માએ આ અવસરે બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેના ક્લીનિક પહોંચ્યા પછીથી જ આ બાબતના અનુમાન લગાડવામાં આવી રહ્યા છે કે અનુષ્કા શર્મા ગર્ભવતી છે. જો કે હજી સુધી આ બાબતે કોઇએ પણ સત્ય પ્રગટ કર્યું નથી. તેમજ તેની ઉત્સુકતાને લઇને બધાંએ મૌન સેવ્યું છે.

અનુષ્કાને લઇને ડૉક્ટર્સે પણ સેવ્યું મૌન

ડૉક્ટર્સ તરફથી પણ આ બાબતે કોઇ જ નિવેદન આપ્યું નથી તેમજ અનુષ્કા અને વિરાટે પણ આ બાબતે કોઈ જ નિવેદન આપ્યું નથી. જો કે પ્રશંસકો અને ચાહકો અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે આવનાર આ નાનકડાં મહેમાન માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે અને તેઓ રાહ જોઇ રહ્યા છે કે ક્યારે બન્ને આ વાતની ઑફિશિયલ જાહેરાત કરે.

આ પણ વાંચો : તો આ હતી પ્રભાસની બિગ સરપ્રાઈઝ, Saahoનું ધમાકેદાર પોસ્ટર રિલીઝ

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોઇએ પણ આ બાબતની અધિકારિક માહિતી આપી નથી કે અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે કે નહીં. અનુષ્કા તાજેતરમાં શાહરુખ ખાન સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અનુષ્કા સિવાય કેટરિના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

anushka sharma virat anushka virat kohli bollywood gossips bollywood bollywood news