28 August, 2023 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુશાંતસિંહ રાજપૂત
સુશાંતસિંહ રાજપૂત બાંદરામાં જે મકાનમાં ભાડા પર રહેતો હતો એ ઘર અદા શર્માએ ખરીદ્યું હોવાની ચર્ચા છે. આ સી-ફેસિંગ અપાર્ટમેન્ટમાં સુશાંત તેના નિધન પહેલાં રહેતો હતો. એવી ચર્ચા હતી કે સુશાંત એક મહિનાનું ભાડું સાડાચાર લાખ રૂપિયા ચૂકવતો હતો. ૨૦૨૦માં સુશાંતના અવસાન બાદ આ મકાન ખાલી છે. એવામાં એવી અટકળો વહેતી થઈ હતી કે અદાએ આ મકાન ખરીદી લીધું છે. એ વિશે ચોખવટ કરતાં અદાએ કહ્યું કે ‘જે કાંઈ થશે એની પ્રથમ માહિતી હું તમને આપીશ. હું તમને પ્રૉમિસ કરું છું કે જો કાંઈ થશે તો તમને મીઠાઈ ખવડાવીશ.’