સ્માઇલ ગજબની હતી ઇરફાનની: અનિલ કપૂર

05 May, 2020 06:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્માઇલ ગજબની હતી ઇરફાનની: અનિલ કપૂર

ઇરફાનના મૃત્યુ બાદ અનિલ કપૂરે તેની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેની સ્માઇલ ગજબની હતી. આ બન્નેએ ‘સ્લમડૉગ મિલ્યનેર’માં સાથે કામ કર્યું હતું. ઇરફાનની સ્માઇલવાળો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનિલ કપૂરે કૅપ્શન આપી હતી કે ‘આ ફોટોએ ઘણી જૂની યાદોને તાજી કરી છે. તેમની સ્માઇલમાં કંઈક તો હતું જે તેની આસપાસના લોકોના ચહેરા પર પણ સ્માઇલ લાવતી હતી. ઇરફાન સાથે જોડાયેલી અનેક યાદોમાંની આ પણ એક હું હંમેશાં યાદ રાખીશ.’

entertainment news bollywood bollywood news bollywood gossips irrfan khan anil kapoor