‘થૅન્ક ગૉડ’ બાદ હવે ફરીથી સાથે કામ કરશે ઇન્દ્ર કુમાર અને સિદ્ધાર્થ

08 January, 2023 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને લઈને બધું ફાઇનલ થયા બાદ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે

ઇન્દ્ર કુમાર અને સિદ્ધાર્થ મલ્હોત્રા

ઇન્દ્ર કુમાર અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એક વખત સાથે કામ કરવાના છે. આ બન્નેએ ‘થૅન્ક ગૉડ’માં સાથે કામ કર્યું હતું. એ ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેમની વચ્ચે આગામી ફિલ્મ વિશે ચર્ચા થઈ હતી. આ એક રોમૅન્ટિક-કૉમેડી હશે. આ બન્નેએ ફરીથી આ પ્રોજેક્ટ વિશે ચર્ચા શરૂ કરી દીધી છે. આ ફિલ્મને લઈને બધું ફાઇનલ થયા બાદ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ ફિલ્મમાં અન્ય કલાકારો હશે, પણ તેમનાં નામની જાહેરાત હજી સુધી નથી કરવામાં આવી.

entertainment news bollywood news sidharth malhotra