પેપોન લઈને આવી રહ્યો છે 'તેરી ફોટો'

07 May, 2020 08:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેપોન લઈને આવી રહ્યો છે 'તેરી ફોટો'

પેપોન હાલમાં જ એક નવું સૉન્ગ ‘તેરી ફોટો’ લઈને આવ્યો છે. તે ખાસ કરીને રોમૅન્ટિક સૉન્ગ માટે જાણીતો છે. વેબ-સિરીઝ ‘હુ ઇઝ યૉર ડૅડી?’ માટે તેણે આ ગીત ગાયું છે. ‘મોહ મોહ કે ધાગે’ અને ‘જિયે ક્યૂં’ જેવા ગીત દ્વારા તે લોકોમાં ખૂબ જ જાણીતો બની ગયો હતો. વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ‘શિકારા’માં ગીત આપ્યા બાદ તે ફરી નવું ગીત લઈને આવ્યો છે. ‘તેરી ફોટો’ એક પંજાબી-હિન્દી ગીત છે જે તેણે આકૃતિ કક્કડ સાથે મળીને ગાયું છે. આ વિશે પેપોને કહ્યું હતું કે ‘પ્રેમ વિશે વાત કરતાં હોય એવાં ગીતનો હું પહેલેથી જ પ્રશંસંક રહ્યો છું. રિયલ લાઇફમાં આપણે આપણા પ્રેમને સંપૂર્ણ રીતે શબ્દો દ્વારા નથી વર્ણવી શકતા. આથી આપણને સૉન્ગ ઘણાં મદદરૂપ બને છે. આ એક ક્યુટ-રોમૅન્ટિક સૉન્ગ છે અને એમાં મારો અવાજ આપવાની મને ખુશી છે.’

entertainment news bollywood bollywood news papon