02 May, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન, અલ્લુ અર્જુન, દીપિકા પાદુકોણ, આમિર ખાન અને આલિયા ભટ્ટ
ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આજથી ૪ મે સુધી પહેેલીવહેલી વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES)નું આયોજન બાંદરા-ઈસ્ટમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં થવાનું છે. એમાં દુનિયાભરના એન્ટરટેઇનમેન્ટ, કન્ટેન્ટ અને ક્રીએશન જગતના દિગ્ગજો સામેલ થવાના છે. આ સમિટમાં ચાર દિવસ સુધી અલગ-અલગ પૅનલ-ડિસ્કશન થશે જેમાં શાહરુખ ખાન, અલ્લુ અર્જુન, દીપિકા પાદુકોણ, આમિર ખાન અને આલિયા ભટ્ટ જેવા અનેક સ્ટાર્સ અલગ-અલગ સેશન્સ હૅન્ડલ કરશે. આ સમિટમાં આ મુજબ સેશન્સ પ્લાન કરવામાં આવ્યાં છે.
આ સમિટમાં ‘લેજન્ડ્સ ઍન્ડ લેગસીઝ : ધ સ્ટોરીઝ ધૅટ શેપ્ડ ઇન્ડિયાઝ સોલ’ જેવા વિષયના પૅનલ-ડિસ્કશનમાં હેમા માલિની, મિથુન ચક્રવર્તી, રજનીકાન્ત, મોહનલાલ અને ચિરંજીવી મુખ્ય વક્તા હશે અને આ પૅનલ-ડિસ્ક્શનમાં મૉડરેટરની જવાબદારી અક્ષયકુમાર નિભાવશે. આ ડિસ્કશનમાં એસ. એસ. રાજામૌલી, એ. આર. રહમાન, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ હાજરી આપશે.