૨૦૨૦ માં આવશે એક ડઝન મહિલા કેન્દ્રિત ફિલ્મો,૨૦૧૯માં આવી અડધો ડઝન ફિલ્મો

08 March, 2020 05:49 PM IST  |  Mumbai | Rachana Joshi

૨૦૨૦ માં આવશે એક ડઝન મહિલા કેન્દ્રિત ફિલ્મો,૨૦૧૯માં આવી અડધો ડઝન ફિલ્મો

ગત વર્ષે ૮ માર્ચ ૨૦૧૯ આતંરરાષ્ટ્રીય મહિલા દિને રીલીઝ થયેલી સુજોય ઘોષ દિગ્દર્શિત ફિલ્મ 'બદલા'એ ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મમાં ઉદ્યોગપતિ મહિલા અને વકીલ વચ્ચેનું ઇન્ટરવ્યુ હતું અને પછી તેના પ્રેમીની હત્યા કરવાના ખોટા આરોપમાં તેને ફસાવવામાં આવી હતી.

ત્યારબાદ માર્ચ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ સુધીમાં અનેક મહિલા કેન્દ્રિત ફિલ્મો આવી. ઈન્ડિયન સ્પૅસ રીસચૅ ઑગેનાઈઝેશન (ઇસરો) ની પાંચ મહિલા વૈજ્ઞાનિકો પર આધારિત જગન શક્તિની ફિલ્મ 'મિશન મંગલ' ૧૫ ઑગસ્ટ ૨૦૧૯ ના રોજ રીલીઝ થઈ હતી. ત્યારબાદ ૧૯ સેપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ અભિષેક શર્માની 'ધ ઝોયા ફેક્ટર' રીલીઝ થઈ હતી. ૨૦૦૮ માં આવેલી અનુજા ચૌહાણની આ જ નામની નોવેલ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી હતી. એમાં ૨૦૧૧ ના ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમની લકી ચાર્મ બનેલી છોકરીની વાત છે.

૧૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ પ્રિયંકા ચોપરાની 'ધ સ્કાય ઈઝ પિન્ક' આવી હતી. આ ફિલ્મ પલમોનરી ફાયબ્રોસિસના રોગથી પીડાતી આઇશા ચૌધરીના જીવન પર આધારિત હતી. પછી દિવાળી પર ૨૫ ઓક્ટોબર ૨૦૧૯ ના તુષાર હીરાનંદાનીની 'સાંઢ કી આંખ' આવી હતી. જે અને શાર્પશૂટર ચંદ્રો રિવોલ્વર દાદી પ્રાકાશી તોમરના જીવન પર હતી. ૨૦૧૯ ના અંતમાં આવી હતી રાની મુખરજીની 'મરદાની-૨'.

૨૦૨૦ ની શરૂવાત પણ મહિલા આધારિત ફિલ્મોથી થઈ છે. દિપિકા પાદુકોણની મેઘના ગુલઝાર દિગ્દર્શિત ફિલ્મ 'છપાક' ૧૦ જાન્યુઆરીએ રીલીઝ થઈ હતી. આ ફિલ્મ ઍસિડ અટૅકનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. ત્યારબાદ ૨૪ જાન્યુઆરીએ રીલીઝ થયેલી કંગના રણોતની ફિલ્મ 'પંગા' કબ્બડીના ખિલાડીના જીવન પર આધારિત હતી. ૩૧ જાન્યુઆરીએ રીમ શેખની 'ગુલ મકાઈ' રીલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પાકિસ્તાની ટીનેજરની વાત છે. તાજેતરમાં ૨૮ માર્ચે રીલીઝ થઈ છે અનુભવ સિન્હાની તાપસી પન્નુ અભિનીત 'થપ્પડ'. આ ફિલ્મમાં તાપસીણો વર તેને લાફો મારે છે અને પછી તે ડિવૉસ ફાઇલ કરે છે.

આ વર્ષે પણ અનેક મહિલા કેન્દ્રિત ફિલ્મો આવવાની છે. જાનવી કપૂરને ચમકાવતી શરન શર્માની ફિલ્મ 'ગુંજન સક્સેના' ૨૪ એપ્રિલ ૨૦૨૦ ના રોજ રીલીઝ થશે. આ ફિલ્મ પ્રથમ ભારતીય મહિલા એરફોર્સ પાયલોટના જીવન પર આધારિત છે. ત્યારબાદ અનુ મેનોનની વિદ્યા બાલન અભિનીત 'શકુંતલા દેવી' ૮ મે ૨૦૨૦ ના રોજ રીલીઝ થશે. શકુંતલા દેવી હ્યુમન કોમ્પયુટર તરીકે ઓળખાય છે.

૫ જૂન ૨૦૨૦ ના રોજ કિયારા અડવાણીની ફિલ્મ 'ઇન્દુ કી જવાની. દિલીઝ થશે. જેની સ્ટોરી ગાઝિયાબાદની એક છોકરીની છે. જેનું જીવન ડેટિંગ એપ્સમાં અટવાયેલું છે. ૨૫ જૂન ૬ જૂન ૨૦૨૦ ના રોજ કંગના રણોત અભિનીત તામિલનાડુના મુખ્ય પ્રધાન જય લલિથાની બાયોગ્રાફિ 'થલાઈવી' રીલીઝ થશે. કંગના રણોતની 'ધાકડ' પણ આ વર્ષે દિવાળીમાં દિલીઝ થશે. લેખક એસ હુસૈન ની 'માફિયા ક્વિન્સ ઓફ મુંબઈ' પર આધારિત સંજય લીલા ભણસાલીની આલિયા ભટ્ટ અભિનીત 'ગંગૂબાઈ કાઠિયાવાડી' ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ રીલીઝ થશે.

બેડમિન્ટન ખિલાડી સાઈના નહેવાલના જીવન પર આધારિત પરિણીતી ચોપરા અભિનીત ફિલ્મ 'સાઈના' પણ ૨૦૨૦ માં જ રીલીઝ થશે. પરિણીતી ચોપરાની અન્ય ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન' બ્રિટિશ લેખકની નોવેલ પર આધારિત છે અને તે ૮ મે ૨૦૨૦ ના રોજ રીલીઝ થશે. ઍડલ્ટ સ્ટાર શકીલાના જીવન પર આધારિત અને રિચા ચઢ્ઢા અભિનીત 'શકિલા' આ વર્ષના અંતે ડિસેમ્બરમાં રીલીઝ થવાની શક્યતા છે.

entertainment news bollywood bollywood gossips bollywood news upcoming movie