મારાં લગ્નમાં આખું પિંડ પંજાબનું અને યુકે રિટર્ન લોકો પણ હતા : વિકી કૌશલ

05 August, 2023 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિકીએ કહ્યું કે ‘એક પૂરા પિંડ પંજાબ કા આયા હુઆ તો એક સીધે યુકે રિટર્ન્ડ થે. એથી સ્પષ્ટ ઓળખાઈ જતા હતા.’

વિકી કૌશલ, કેટરિના કૈફ

વિકી કૌશલ અને કૅટરિના કૈફનાં લગ્નમાં આખું પિંડ પંજાબનું હતું અને યુકેથી આવેલા લોકો પણ હતા. ૨૦૨૧ની ડિસેમ્બરે બન્નેએ રાજસ્થાનમાં ખૂબ ભવ્યતાથી લગ્ન કર્યાં હતાં. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેનાં લગ્નમાં બન્ને પરિવારો સ્પષ્ટપણે ઓળખાઈ જતા હતા. એનો જવાબ આપતાં વિકીએ કહ્યું કે ‘એક પૂરા પિંડ પંજાબ કા આયા હુઆ તો એક સીધે યુકે રિટર્ન્ડ થે. એથી સ્પષ્ટ ઓળખાઈ જતા હતા.’

સાથે જ તેને એમ પણ પૂછવામાં આવ્યું કે શું બાર કાઉન્ટર પર બન્ને પરિવાર વચ્ચેનો ફરક સમજાતો હતો? તો એ વિશે વિકીએ કહ્યું કે ‘આ મામલામાં તો હું જરૂર કહીશ કે બાર પર બધા હતા. જોકે જમવામાં પંજાબને કોણ હરાવી શકે? અનેક વખત તો લોકો માત્ર જમવા માટે જ આવતા હોય છે.’

katrina kaif vicky kaushal punjab bollywood news bollywood bollywood gossips entertainment news