હવે થિયેટરમાં લઈ જવાશે સ્નેક્સ અને પાણી, RTIમાં મળ્યો જવાબ

10 December, 2019 04:29 PM IST  |  Mumbai

હવે થિયેટરમાં લઈ જવાશે સ્નેક્સ અને પાણી, RTIમાં મળ્યો જવાબ

ફાઈલ ફોટો

થિયેટર, દર્શકો અથવા ગ્રાહકોને સ્નેક્સ અથવા પાણીની બોટલને અંદર લઈ જવા પર પ્રતિબંધ નહીં લાગે. જો કોઈ સિનેમા હૉલ અથવા મલ્ટીપ્લેક્સ એવું કરે છે તો એના વિરૂદ્ધ મેટ્રોલોજી વિભાગમાં ફરિયાદ નોંધાવી શકાય છે. આ ખુલાસો તેલંગાણાની એક આરટીઆઈમાં થયું છે.

તેલંગાણા પોલીસનો જવાબ

તેલંગાણાના જવાબમાં હૈદરાબાદ પોલીસના કમિશ્નર અંજની કુમારે જણાવ્યું કે 'સિનેમા રેગ્યૂલેશન એક્ટ 1955'ના અંતર્ગત સિનેમા હૉલ અને દર્શકોને સ્નેક્સ અને પાનીની બોટલ અંદર લઈ જવા પર પ્રતિબંધ નહીં લાગી શકે. એના સિવાય પણ આ આરટીઆઈમાં કેટલીક વસ્તુના જવાબ મળ્યા છે. જેમ કે 3D ચશ્મા માટે થિયેટર અલગથી ચાર્જ નહીં કરી શકે. જ્યાં તમે જો ખાવા-પીવાની વસ્તુ અંદરથી ખરીદો તો એનું બિલ જરૂર મળવું જોઈએ.

મહારાષ્ટ્રમાં પણ એવો જ નિયમ

મહારાષ્ટ્રમાં પણ બહારની ખાવા-પીવાની વસ્તુ સિનેમા હૉલમાં લઈ જવાનો નિયમ છે. બૉમ્બે હાઈકોરટના ન્યાયાધીન આરએમ બોરડે અને ન્યાયાધીશ રાજેશ ખેતકરે આ નિર્દેશ જેનેન્દ્ર બક્ષીની જાહેર હિતની અરજી પર આપવામાં આવી હતી. આ યાચિકામાં કહેવામાં આવ્યું હતું કે થિયેટરોમાં બહારની ખાવા-પીવાની વસ્તુ અને પાણી અંદર લઈ જવા પર કોઈ કાનૂની પ્રતિબંધ નથી.

આ તો તેલંગાણા અને આંધ્ર પ્રદેશનો નિયમ છે, જેના અંતર્ગત સિનેમા હૉલમાં પાણી અને ખાવાની વસ્તુ લઈ જવાની છૂટ છે. તમે પણ પોતાના રાજ્યના નિયમ આરટીઆઈ દાખલ કરીને જાણી શકો છો.

આ પણ જુઓ : બ્લેક કલરના ડ્રેસમાં બૅબો મચાવી રહી છે ધૂમ, જુઓ ગ્લેમરસ તસવીરો

કોણ છે આરટીઆઈ એક્ટિવિસ્ટ

વિજય ગોપાલ હૈદરાબાદ એક્ટિવિસ્ટ છે. તેણે આરટીઆઈ ફાઇલ કરીને આ વાતનો ખુલાસો કર્યો છે. બે વર્ષ પહેલા પણ વિજયની ચેતવણીને કારણે ખળભળાટ મચી ગયો હતો. વિજયે એક મલ્ટીપ્લેક્સમાં જોયું કે ત્યા પાણીની બોટલ માટે વધારે ચાર્જ કરવામાં આવી રહ્યો છે તો તેઓ એક કન્ઝ્યૂમર ફોરમ ગયા. આ કેસમાં વિજયને જીત મળી અને મલ્ટીપ્લેક્સે 6000 રૂપિયા વિજયને દંડ તરીકે ચૂકવવા પડ્યા હતા.

bollywood bollywood news entertaintment