19 July, 2026 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇમ્તિયાઝ અલી
ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી અને મહાવીર જૈન તેમની નવી ફિલ્મ ‘સાઇડ હીરોઝ’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ મિત્રતાની અનોખી કહાની પર આધારિત હશે જેમાં દોસ્તીની ભાવનાત્મક પળો સાથે ભરપૂર કૉમેડી દૃશ્યો પણ જોવા મળશે. મિત્રતાની આ વાર્તામાં અપારશક્તિ ખુરાના, વરુણ શર્મા અને અભિષેક બૅનરજી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ માટે એક નવોદિત હિરોઇનને સાઇન કરવામાં આવી છે અને તેને આ ફિલ્મથી લૉન્ચ કરવામાં આવશે. આ રોલ માટે અનેક ઑડિશન લેવામાં આવ્યાં હતાં અને આખરે યોગ્ય અભિનેત્રીની પસંદગી પૂર્ણ થઈ ગઈ છે.
‘સાઇડ હીરોઝ’ બાળપણના એવા મિત્રોની વાર્તા છે જે વર્ષો સુધી એકબીજાથી દૂર રહે છે અને તેમની વચ્ચે કોઈ વાતચીત પણ થતી નથી. જોકે પછી તેઓ ફરી મળે છે. ત્યાર બાદ દોસ્તોના પુનર્મિલનની ખુશી, જૂની યાદોને ફરી જીવવાનો આનંદ, નવી યાદો બનાવવાની સફર અને પોતાનાં સપનાં સાકાર કરવાની પ્રેરણાદાયક અને મનોરંજક કહાની દર્શાવવામાં આવશે.