જબ હૅરી મૅટ સેજલ માટે પોર્ટુગીઝની સરકારે સન્માનિત કર્યો ઇમ્તિયાઝને

22 July, 2019 10:22 AM IST  | 

જબ હૅરી મૅટ સેજલ માટે પોર્ટુગીઝની સરકારે સન્માનિત કર્યો ઇમ્તિયાઝને

ઈમ્તિયાઝ અલીનું થયું સન્માન

ઇમ્તિયાઝ અલીને ‘જબ હૅરી મૅટ સેજલ’ માટે પોર્ટુગીઝની સરકારે સન્માનિત કર્યો છે. આ ફિલ્મનું શૂટિંગ લિઝબન, સિન્ટ્રા અને કેસકાઇસમાં કરવામાં આવ્યું હતું. શાહરુખ ખાન અને અનુષ્કા શર્માની આ ફિલ્મે ભારતીય દર્શકોને વધુ આકર્ષિત નહોતાં કર્યા. જોકે પોર્ટુગીઝની સરકારે ફિલ્મનાં લોકેશનની નોંધ લીધી હતી અને તેમનાં દેશનાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે ઇમ્તિયાઝ અલીને મૅડલ ઑફ મેરિટથી નવાજ્યો હતો. આ અવૉર્ડ સેરેમનીમાં પોર્ટુગલની ભારતીય ઍમ્બૅસૅડર કે. નલિની સિંગલા હાજર હતાં. આ ઇવેન્ટનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઇમ્તિયાઝે કૅપ્શન આપી હતી કે ‘પોર્ટુગલમાં આવવુ અને અહીંના સારા લોકો સાથે શૂટ કરવુ મારા માટે એક ખુશી વાત છે. આ મૅડલ માટે, મને મળેલા આવકાર માટે અને આ ઓળખ માટે હું મિનીસ્ટ્રી ઑફ ઇકોનોમી અને મિનીસ્ટ્રી ઑફ ટૂરિઝમ અને સિનેમેટનો ખૂબ આભારી છું. ફરીથી અહીં આવીને શૂટ કરવા માટે હું ઉત્સુક છું.’

આ પણ વાંચોઃ વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

jab harry met sejal imtiaz ali bollywood news