૩૫૦૦ કલાકારો સાથે વારાણસીની મહત્ત્વની ઍક્શન-સીક્વન્સ શૂટ કરવાનું પ્લાનિંગ પુરજોશમાં

01 July, 2026 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતા વર્ષે ૭ એપ્રિલે એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ રિલીઝ થવાની છે

ફિલ્મ વારાણસીનું પોસ્ટર

આવતા વર્ષે ૭ એપ્રિલે એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ રિલીઝ થવાની છે. આ ફિલ્મ લગભગ ૧૫૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની રહી છે. મહેશ બાબુને લીડ રોલમાં ચમકાવતી ‘વારાણસી’માં હાલમાં એક મહત્ત્વની ઍક્શન-સીક્વન્સ શૂટ કરવાનું પ્લાનિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે. હવે ફિલ્મ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને નિર્માતાઓ કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માગતા નથી. આ મહત્ત્વની ઍક્શન-સીક્વન્સનાં કેટલાંક ભવ્ય ઍક્શન દૃશ્યો માટે ૩૫૦૦ કલાકારોની મદદ લેવામાં આવી છે અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સથી આ સૈનિકોની સંખ્યા વધુ વધારવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે ફિલ્મનાં આ ઍક્શન દૃશ્યોનું શૂટિંગ હૈદરાબાદમાં થવાનું છે. મહેશ બાબુ અને એસ. એસ. રાજામૌલી ૭ જુલાઈથી આ ઍક્શન-સીક્વન્સનું શૂટિંગ શરૂ કરશે. અત્યાર સુધી ફિલ્મ માટે જેટલા પણ સેટ બનાવવામાં આવ્યા છે એમાં આ સેટ સૌથી મોટો હોવાનું કહેવાય છે. થોડા સમય પહેલાં એસ. એસ. રાજામૌલીએ જણાવ્યું હતું કે ફિલ્મના મોટા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે માત્ર ઍક્શન દૃશ્યોનું શૂટિંગ બાકી છે. તેમના જણાવ્યા મુજબ ફિલ્મનું સમગ્ર શૂટિંગ ઑક્ટોબરની શરૂઆત સુધીમાં પૂર્ણ થઈ શકે છે.

ss rajamouli mahesh babu upcoming movie entertainment news bollywood buzz bollywood news bollywood