IMDbની લોકપ્રિય ભારતીય ફિલ્મોની યાદીમાં છવાઈ ગઈ છાવા

11 July, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧ જાન્યુઆરીથી ૧ જુલાઈ ૨૦૨૫ની વચ્ચે એમ પહેલા છ મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ યાદીમાં એવી ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને ઓછામાં ઓછા દસ હજાર વોટ મળ્યા હોય

છાવા ફિમ્લનું પોસ્ટર

IMDb એટલે કે ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ એ ફિલ્મો, ટીવી-શો, વેબ-સિરીઝ અને સેલિબ્રિટીઝ વિશે માહિતી આપતું એક લોકપ્રિય ઑનલાઇન પ્લૅટફૉર્મ છે. હાલમાં IMDbએ 2025ની સૌથી લોકપ્રિય ભારતીય ફિલ્મોની યાદી જાહેર કરી છે જેમાં ૧ જાન્યુઆરીથી ૧ જુલાઈ ૨૦૨૫ની વચ્ચે એમ પહેલા છ મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ યાદીમાં એવી ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને ઓછામાં ઓછા દસ હજાર વોટ મળ્યા હોય, જેનું IMDb યુઝર રેટિંગ ૬ કે એથી વધુ છે. આ યાદીમાં બૉલીવુડની તેમ જ સાઉથની ફિલ્મોનો સમાવેશ થાય છે. તાજેતરમાં જાહેર થયેલા લિસ્ટમાં વિકી કૌશલે ‘છાવા’થી બાજી મારી છે, જ્યારે સલમાન ખાનની ‘સિકંદર’ આ યાદીમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે.

IMDbના લિસ્ટમાં સ્થાન મેળવનારી ટૉપ ૧૦ ફિલ્મો

ફિલ્મ    ઍક્ટર    ભાષા

૧. છાવા           વિકી કૌશલ      હિન્દી

૨. ડ્રૅગન           પ્રદીપ રંગનાથન          તામિલ

૩. દેવા શાહિદ કપૂર      હિન્દી

૪. રેડ   અજય દેવગન  હિન્દી

૫. રેટ્રો  સૂર્યા     તામિલ

૬. ધ ડિપ્લૉમેટ જૉન અબ્રાહમ   હિન્દી

૭.  એલ2 : એમ્પુરાન    મોહનલાલ       મલયાલમ

૮. સિતારે ઝમીન પર    આમિર ખાન     હિન્દી

૯. કેસરી ચૅપ્ટર 2         અક્ષય કુમાર     હિન્દી

૧૦. વિદામુયાર્ચી          અજિત કુમાર    તામિલ

bollywood bollywood news bollywood movie review bollywood buzz entertainment news tv show television news web series indian films